વાવના ઢીમાની સંસ્કાર વિદ્યાલયમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થી વચ્ચે પંદર દિવસ પહેલાં સામાન્ય બોલાચાલી થઇ હતી, જેની અદાવત રાખી રાજપૂત કરશને તેના પુત્રનું ઉપરાણું લઈ સ્કૂલે આવ્યો હતો. બાદમાં યોગેશભાઈ અમિરામભાઈને ચાલુ ક્લાસમાં ઘૂસી જઈ ઇજા પહોંચાડી હતી. ફરજ પરના હાજર શિક્ષક આર.એલ. માળીએ યોગેશને વધુ મારમાંથી છોડાવ્યો હતો. બનાવ બાદ યોગેશ પેપર છોડી ઘરે દોડી ગયો હતો. આરોપી કરસન સુજાભાઈ રાજપૂત ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તે ઢીમાના બહુચર્ચિત એસ.કે મર્ડર કેસનો મુખ્ય આરોપી છે તેમજ વાવ પોલીસ સ્ટેશને તેના વિરુદ્ધ અન્ય ગુનાઓ પણ નોંધાયેલા છે.વાવના ઢીમાની સંસ્કાર વિદ્યાલયમાં એક શખસે ચાલુ પરીક્ષાએ એક વિદ્યાર્થી ઉપર લોખંડના સળિયાથી હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી. બે વિદ્યાર્થી વચ્ચે અગાઉ થયેલી સામાન્ય બોલાચાલીનું મનદુઃખ રાખીને હુમલો કરાયો હતો. ઘટના બાદ વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાતાં કાર્યવાહી હાથ ધરી હતી.
વાવમાં ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થીને લોખંડના સળિયાથી માર મરાયો

Recent Comments