વાવાઝોડાનાં અસરગ્રસ્તોની મદદ માટે ઠેકઠેકાણે પોકાર
અમરેલી જિલ્લામાં તબાહી મચાવીને પસાર થયેલ તૌકતે વાવાઝોડાનાં અસરગ્રસ્તોને દોઢ મહિના સુધી સહાય પહોંચાડવામાં તંત્ર વામણું સાબિત થયાની ઘટના આજે પ્રકાશમાં આવી છે.
રાજુલા તાલુકાનાં ચૌત્રા ગામનાં 100 જેટલા મજૂરો તેમજ ચૌત્રા ગામનાં માજી સરપંચ ગોવાભાઈની આગેવાનીતળે ગામજનો તાલુકા પંચાયત આવ્યા હતા અને થોડીવાર માટે કર્મચારીઓમાં દોડધામ થઈ ગઈ હતી. રાજુલા તાલુકા પંચાયતમાં આવીને જણાવ્યું હતું કે, અમારા ગામમાં દેવીપુજક, દલિત વિસ્તાર, નિશાળ કે અન્ય જગ્યાએ રહી અને તૌકતે વાવાઝોડામાં હેરાન પરેશાન થયા હતા અને વાવાઝોડામાં સરકાર ઘ્વારા કેસડોલ આપવામાં આવ્યું નથી અને સર્વે પણ કરવામાંઆવ્યો નથી. કેસડોલ આપો તેવી રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારબાદ તાલુકા પંચાયત ઘ્વારા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. અંતે તાલુકા પંચાયત ઘ્વારા તમામ ચૌત્રા ગામમાં જે સહાયથી વંચિત રહેલા લોકોના નામ લખવામાં આવ્યા હતા અને તાલુકા વિકાસ અધિકારીએ ગરીબ માણસોની વ્યથા સાંભળી સમજાવટ બાદ મામલો શાંત પાડયો હતો અને તમામ નામ નોંધણી કરવામાં આવી હતી. અમરેલી જિલ્લામાં મોકલવામાં આવશે તેવી ખાત્રી બાદ મામલો શાંત થયો હતો. અનેક ગામોમાં સર્વે બાકી રહૃાા હોવાનું લોકો ઘ્વારા જણાવવામાં આવ્યું હતું. રાજુલા/જાફરાબાદ આ બન્ને તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં આવી ફરિયાદો શ્રમિકો અને ગરીબ માણોમાંથી ઠેર-ઠેર સાંભળવા મળી હતી અને વ્હેલીતકે જે બાકી રહેલા અને જે બારી રહેલો સર્વે તેમજ કેસડોલ આપવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે.
Recent Comments