વાવાઝોડાના અસરગ્રસ્ત અગરિયાઓને રૂપિયા 3 હજારની સહાય
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં મીઠું પકવતા અગરિયાઓ પ્રત્યે સંવેદના દાખવીને તેમનેપ્રતિ એકર રૂપિયા 3000ની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. તાઉ’તે વાવાઝોડા દરમિયાન અગરિયાઓને પણ નુકસાન થયું હતું. આ અંગે રાજય સરકાર દ્વારા પ્રાથમિક માહિતી મેળવવામાં આવી હતી.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અગરિયાની ચિંતા કરીને તેમને પણ આર્થિક સહાય આપવાનો સંવેદનશીલ નિર્ણય કર્યો છે. 10 એકર સુધીની જમીન ધરાવતા અગરિયાઓને થયેલા નુકસાનમાં પ્રતિ એકર રૂપિયા 3000ની સહાય આપવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે.
ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આજે આ મહવનો નિર્ણય લેવાયો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, ભુપેન્દ્રસિંહજી ચુડાસમા, સૌરભભાઇ પટેલ, પ્રદીપસિંહ જાડેજા અને વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments