સૌરાષ્ટ - કચ્છ

વાવાઝોડાના કારણે કેરીનો પાક બગડી જતા યુવાને જીવન ટૂંકાવ્યું

રાજકોટ જિલ્લામાં તાઉ-તે વાવાઝોડાના પગલે અનેક ખેડુતોના પાકને નુકશાન થયું છે. કેરી, પપૈયા અને નાળીયેરીનાં પાકને પણ નુકશાન પહોંચ્યું હતું ત્યારે રાજકોટના રેલનગરના સંતોષીનગર પાણીનાં ટાંકી પાસે રહેતા અને ફ્રુટનો ધંધો કરતા યુવાને ઉનાળાની સીઝનમાં કેરી કેરીનો જથ્થો બગડી જતા યુવાને ઝેર ગટગટાવ્યું હતું. પરિવારને જાણ થતા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ડોકટરે તેને મૃત જાહેર કરતા પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો. પરિવારે આક્ષેપ કર્યો છે કે .૩.૫૦ લાખની રકમની કેરીનો જથ્થો સ્ટોક કર્યો હતો પણ કેરીનો જથ્થો બગડી જતા આ પગલું ભર્યું છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, રેલનગરના સંતોષીનગર પાણીના ટાંકા પાસે રહેતા અને સીઝનલ ફ્રુટનો ધંધો કરતાં કિશોરભાઈ પુનાભાઈ સોલંકી નામના યુવાને ગઈકાલે રાત્રીનાં સમયે મોરબી રોડ બાયપાસ રોણકી ગામ પાસે પેટ્રોલપંપની બાજુમાં નીચેના રોડના ભાગે જંતુનાશક દવા પી જતાં તેઓને મધુરમ હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા ત્યાં ફરજ પરના તબીબે જાેઈ તપાસી મૃતજાહેર કર્યા હતા. આ બનાવ અંગે પ્ર.નગર પોલીસ મથકનાં છજીૈં કનુભાઈ માલવીયા અને રામજીભાઈ પટેલે કાગળો કરી વધુ કાર્યવાહી કરી હતી.

Related Posts