વાવાઝોડાની દહેશત વચ્ચે…૨૬ વર્ષ જુના અતિ પવિત્ર વૃક્ષ સવનની સરેઆમ કતલ..! માનવી ક્યારે સુધરશે..?
કલાઈમેન્ટ ચેન્જ થવા પાછળ સંપૂર્ણ પણે જવાબદાર માનવ જાત હજી પણ સુધરતી નથી.વારંવાર આવતી કુદરતી આફતો છતાં સાવરકુંડલા શિવાજી નગર સનરાઈઝ સ્કૂલ પાસે આવેલ ગેડીયા વિશાલ દિનેશભાઈ ની માલિકીની ફેકટરી પો. એસ.એલ.ટ્રેડર્સમાં રહેલ વર્ષો જુનું અડીખમ વૃક્ષ એ પણ હિંદુ ધર્મમાં જે અતિ પવિત્ર ગણાય છે તેને કોઈપણ પ્રકારની જાહેર સેફ્ટી રાખ્યા વગર, કારખાનાના કારીગરોએ પોતાનાં માલિકની સૂચના પ્રમાણે આડેધડ કાપી નાંખતા… આખે આખું ઝાડ જાહેર રોડ ઉપર આવેલી વીજળીની મેઈન લાઈન ઉપર પડતાં, કડાકા ભડાકા સાથે મુખ્ય વીજ લાઈન જાહેર રોડ ઉપર પડતાં દેકારો મચી ગયો… સદભાગ્યે આજે રવિવાર હોવાથી શાળામાં રજા હોવાથી મોટો અકસ્માત થતાં રહી ગયો. ફેકટરીની સામેજ અનાજ દળવાની ઘંટી, સ્ટેશનરી, કરિયાણાની દુકાનો આવેલી છે.આ ઝાડ પાછું બીજી બાજુ રહેલા વીજ પોલ ઉપર પડતાં આ પોલ મૂળમાંથી તૂટીને જાહેર રોડ ઉપર ઝળુંબી રહ્યો છે, ગમે ત્યારે તૂટી શકે છે. આવી બેદરકારી દાખવવા બદલ અને જાહેર પબ્લિકનાં જાન માલનો જીવ જોખમમાં મૂકવા બદલ પોલીસે ખુદે ફરિયાદી બની દાખલા રૂપ સજા અપાવવી જોઈએ. આ ઉપરાંત ૨૬ વર્ષ જૂનું આ સવનનું ઝાડ કાપવા બાબતે જંગલ ખાતા એ પણ પગલાં લેવા જોઈએ. ડી.વાય.એસ.પી.વોરા, પી.આઈ. સોની, પી.એસ.આઈ.સિસોદિયા, ટાઉન એન્જિનિયર બોરડ, નગરપાલિકા ચીફ ઓફિસર, ફાયર બ્રિગેડ ટીમ થોડી મિનિટોમાં જ ઘટના સ્થળે દોડી આવી હતી. ઈમરજન્સીનાં ધોરણે કામગીરી હાથ ધરી જાહેર રોડ ઉપર રહેલ જોખમ દૂર કરેલ હતુ.
Recent Comments