fbpx
અમરેલી

વાવાઝોડાની સંભાવનાના પગલે અમરેલી જિલ્લાના માછીમારોએ સાવચેતી જાળવવી

 હવામાન વિભાગ, અમદાવાદની સુચના મુજબ દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયું છે. તા.૦૬ જુનના રોજ વહેલી સવારથી આ ડિપ્રેશન વાવાઝોડામાં રૂપાંતરિત થયું છે. આગામી ૨૪ કલાક દરમિયાન પૂર્વ મધ્ય અરબી સમુદ્ર અને તેની નજીકના દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર પર આગામી ૨૪ કલાક દરમિયાન ચક્રવાતી વાવાઝોડામાં તીવ્ર બને તેવી શક્યતા છે. આ સ્થિતિમાં અમરેલી જિલ્લાનાં કાર્યક્ષેત્ર હેઠળ આવતા તમામ મત્સ્ય ઉતરાણ કેન્દ્રો ખાતે ૦૧ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. સાવચેતીના ભાગરુપે જિલ્લાના તમામ માછીમારોએ પોતાની બોટને સુરક્ષિત જગ્યાએ રાખવા તેમજ જાનમાલનું નુકશાન ન થાય તેની તકેદારી રાખવા મદદનીશની મત્સયોદ્યોગ નિયામકશ્રી જાફરાબાદ દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts