અમરેલી

વાવાઝોડા ગ્રસ્ત વિસ્તારમા ઝડપી સર્વે અને જાહેર કરેલ સહાય પેકેજને આવકાર, મુખ્યમંત્રીને અભિનંદન પાઠવતા કૌશિક વેકરીયા

વાવાઝોડાની અસર માંથી લોકોને બેઠા કરવા અને તેની સંભાળ લેવા સાથે અસરગ્રસ્ત લોકોની નૂકશાનીનો તાબડતોબ સર્વે કરાવી, સહાય પેકેજ જાહેર કરવાની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સરકારની કામગીરીને આવકારવા સાથે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ – યુવા અગ્રણી કૌશિક વેકરીયા એ અભિનંદન પાઠવ્યા છે.

વેકરીયા એ જણાવેલ કે, વાવાઝોડાની વિદાય બાદ તુરંત કાઠાળ વિસ્તારની મૂલાકાત અને વિવિધ વિભાગો દ્રારા સર્વે કામગીરી હાથ ધરી વ્હેલીતકે આટોપવા અને સહાય ચૂકવવા સુધીની કામગીરીને મુખ્યમંત્રીએ આપેલ અગ્રતા માનવીય અભિગમ બની રહયો તેમ વેકરીયાએ અખબારી યાદીના અંતમા જણાવેલ છે.

Related Posts