વાસણામાં કૂતરા પર હુમલો કરનારા યુવક સામે ફરિયાદ
અમદાવાદ વાસણામાં કૂતરા પર હુમલો કરનારા યુવક સામે ઈ.પી.કો ની કલમ ૪૨૮ તથા પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ 11(1)(a) મુજબ ફરિયાદ.
વાસણામાં રહેતા સોનલબેન વ્યાસ, લોકગાયિકા તરીકે વ્યવસાય કરે છે અને પશુપ્રેમી છે. તેમને 23/03/2023 સવારના સમયે ફોન આવ્યો કે રાત્રે ખોડિયારનગર ઐયપા મંદીર પાછળ મિથુન ઉર્ફે મિતુ રાવળ નામના યુવકે એક શ્વાનને મોઢાના ભાગે લાકડીઓથી માર માર્યો હતો. જેથી શ્વાનને જડબું તૂટી ગયું છે. ફોન આવતા જ સોનલબેન સ્થળે પહોંચી ગયા અને ઈજાગ્રસ્ત શ્વાનને સારવાર માટે જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ, પાંજરાપોળ લઈ ગયા હતા. શ્વાનની હાલત અત્યંત નાજુક છે.
બાદમાં આ મામલે સોનલબેને કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઝંખના શાહ જેઓ પ્રાણીઓ પર થતા અત્યાચાર રોકવા અંગે કામગીરી કરે છે, એમના સહયોગથી 24/032023 ના રોજ વાસણા પોલીસ સ્ટેશનમાં મિથુન ઉર્ફે મિતુ રાવળના વિરુદ્ધમાં ઈ.પી.કો ની કલમ ૪૨૮ તથા પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ 11(1)(a) મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments