આપણા ઘરમાં દિવસમાં 3 વખત ભોજન બને છે. ઘણી વખત ભોજન વધતુ હોય છે. એટલે આપણે બચેલા ભોજનને સ્ટોર કરીને રાખી દઈએ છીએ. પણ ઘણી વખત આ ભોજન ખાવાથી ઘણી બિમારીઓ આવી શકે છે. જેથી વધેલા ભોજનને સ્ટોર કરવાની સાચી રીત જાણી લઈએ…
આપણે વધેલા ભોજનને ફ્રિજમાં મુકી દઈએ છીએ. વાસી ખોરાક યોગ્ય રીતે સ્ટોર ન કરવામાં આવે તો તે તમને બીમાર કરી શકે છે.
આ રીતે સ્ટોક કરો
તૈયાર કરેલા ભોજનનમાં 2 કલાક પછી બેક્ટેરિયા બનવા લાગે છે. ભોજન હંમેશા ગરમાગરમ ખાવુ જોઈએ. વધેલા ખોરાકને હંમેશા એરટાઈટ ડબ્બામાં ફ્રિજમાં રાખવો.
જો તમે ફ્રિજમાં મુકેલુ ભોજન કરો છો તો તમારે તે ભોજનને પહેલા ગરમ કરવું પછી જ તમારે આરોગવું.
ઠંડો વાસી ખોરાક ખાવાથી ગેસ, પેટ ફૂલી જવું, ફૂડ પોઈઝનિંગ જેવી સમસ્યા થઈ શકે છે. રોટલી ફ્રિજમાં ન રાખી હોય પરંતુ વાસી રોટલી ખાઈ રહ્યા હો તો તેને ગરમ કરી ખાવી જોઈએ.
ગ્રેવીને મોટા ડબ્બામાં રાખવાના બદલે તમારે નાના-નાના ડબ્બામાં પેક કરીને રાખવો. જેથી તેમાં બેક્ટેરિયા નથાય..
Recent Comments