વાસ્તુ અનુસાર ભૂલથી પણ આ દિશામાં ના મુકવી જોઇએ દવા, નહિં તો બીમારી પીછો નહિં છોડે
વાસ્તુ અનુસાર તમારે ઘરમાં પણ યોગ્ય જગ્યાએ દવા મુકવી ખૂબ જ જરૂરી છે. જો તમે દવા યોગ્ય રીતે મુકતા નથી તો તમે જલદી બીમાર પડી જાવો છો. આમ, વાસ્તુ અનુસાર તમારે અનેક નાની-નાની વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. વાસ્તુ અનુસાર જો તમે તમારા ઘરમાં અનેક વસ્તુઓ રાખો છો તો તમને અનેક ઘણી તકલીફોમાંથી બહાર આવો છો અને તમને નાણાકીય તકલીફ પણ પડતી નથી. તો જાણી લો તમે પણ વાસ્તુ અનુસાર ખોટી જગ્યા પર રાખેલી દવાઓ તમને કેવી-કેવી તકલીફોમાં મુકાઇ શકે છે.
- ઘરના વાયવ્ય કોણ એટલે કે ઉત્તર અને પ્રશ્વિમ ખુણામાં ક્યારે દવા મુકવી જોઇએ નહિં. વાસ્તુ અનુસાર અહિં દવા મુકવાથી તમે જલદી બીમારીમાંથી ઊભા થતા નથી.
- આ સાથે જ દક્ષિણ પૂર્વ અને દક્ષિણ દિશામાં દવાઓ ક્યારે પણ દવાઓ મુકવી જોઇએ નહિં. જો તમે આ દિશામાં દવા મુકો છો તો તમારા સ્વાસ્થ્યને અનેક ઘણું નુકસાન થાય છે. ઘણાં લોકોને ઘરમાં આ ખુણામાં દવાઓ મુકવાની આદત હોય છે. આમ, જો તમારી આદત પણ આ છે તો તમારે આજે જ બદલી નાંખવી જોઇએ નહિં તો તમે દિવસ જતા હેરાન-પરેશાન થઇ શકો છો.
- તમને રસોડાના પ્લેટફોર્મ પર દવા મુકવાની આદત હોય તો તમારે આજે જ બદલી નાંખવી જોઇએ. વાસ્તુ અનુસાર રસોડાને ખૂબ શુભ માનવામાં આવે છે. એમાં પણ ખાસ કરીને આપણે પ્લેટફોર્મ પર રસોઇ કરતા હોઇએ છીએ જેથી કરીને આપણે ક્યારે પણ ત્યાં દવા મુકવી જોઇએ નહિં.
- તમારે ઘરમાં હંમેશા ઇશાન ખુણામાં એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં દવાઓ રાખવી જોઇએ. આ દિશામાં દવા મુકવાથી તમારી બીમારીઓ દૂર થાય છે અને તમે જલદી સ્વસ્થ થઇ જાવો છો.
Recent Comments