અમરેલી

વાહનમાલિકોએ લીલીયા પોલીસ સ્ટેશન દ્વારા કબ્જે કરાયેલા ૨૫ વાહનો છોડાવવા જોગ

લીલીયા પોલીસ સ્ટેશન ખાતે કબ્જે કરવામાં આવેલા ૨૫ વાહનોના વાહન માલીકોને અવાર – નવાર લેખીત તથા મૌખિક જાણ કરવા છતાં પોતાનું વાહન છોડાવવાની આજદિન સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમજ કેટલાક કીસ્સામાં આ વાહન માલીકો જણાવેલ સરનામે રહેતા ન હોવાથી વાહન માલીકોને જાણ થઇ શકી નથી. આજથી દિન-૦૭ માં વાહન છોડાવવા અંગેની જરૂરી કાર્યવાહી કરવા સબંધિત તમામને લીલીયા પોલીસ સ્ટેશન તરફથી જણાવવામાં આવે છે.

જો વાહન માલિકો કસુર કરશે તો વાહન માલિકો વાહન છોડાવવા માંગતા નથી તેવું માની કાયદાકીય નીયમોનુસાર વાહનોના નીકાલ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને વાહનોની જાહેર હરાજી કરી હરાજીમાં ઉપજેલ નાણુ સરકારશ્રી ખાતે જમા કરાવવામાં આવશે. તેમજ આ અંગે કોઇ વાંધાજનક હોય તો સંબંધીત પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ અગર તો લેખીત રજુઆત કરવી ત્યારબાદ આવેલ કોઇ રજુઆત ને ધ્યાનામાં લેવામાં આવશે નહીં અને આ સંબંધે જેની સર્વે ને નોંધ લેવા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. આ અંગે વધુ માહિતી માટે લીલીયા પોલીસ સ્ટેશનના ફોન નંબર ૦૨૭૯૩ ૨૩૭૫૪૨ પર સંપર્ક સાધી શકાશે.

Related Posts