ગુજરાતમાં ચારેકોર ગુનાખોરી વધી ગઈ છે જ્યાં દેખો ત્યાં ગુનાહિત પ્રવૃત્તિ ચાલી રહી છે હાલ દેશ સહિત ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે એમાં પણ કોરોના બાદ અનેક લોકો ગુનાહિત કાર્યમાં આગળ વધી રહ્યા છે. વાહનચોરી, લુંટફાટ, દુષ્કર્મ, મારામારી, જુગાર, દારુની ખેપ વગેરે ગુનાઓ લોકો બેફામ કરી રહ્યા છે અને જાણે પોલીસનો ડર ના હોય તેમ બેખોફ કરી રહ્યા છે ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા અને અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધી અપહરણ સહિત વાહન ચોરીના ૪૦ જેટલા ગુન્હાને અંજામ આપનારા સગીર વયના કિશોરને ન્ઝ્રમ્એ ઝડપી પાડ્યો છે. આ સગીર કાયદાની છટક બારીના ઓથાર હેઠળ વધુ બે બાઈકની ચોરી કરનારને ગાંધીનગર એલસીબીની ટીમે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે કાયદાની છટક બારીનો ભરપૂર ગેરલાભ ઉઠાવી કિશોરે ગંભીર ગુનાની હારમાળા રચી દીધી છે. પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, એક ઇસમ જેને શરીરે સફેદ કલરનો ફુલની ભાતવળો શર્ટ પહેર્યો છે અને તે એક ચોરીનું કાળા કલરનુ હિરો હોન્ડા સ્લ્પેન્ડર પ્લસ નંબર પ્લેટ વગરનું બાઇક લઇને પેથાપુરથી જી.ઇ.બી.ચોકડી તરફ પસાર થવાનો છે. આ બાતમીના આધારે એલસીબીની ટીમે વોચ ગોઠવી નંબર પ્લેટ વિનાનાં બાઈક સાથે એક ઈસમને ઝડપી લીધો હતો. જેની પૂછતાંછ કરતાં પકડાયેલા ઈસમ સગીર વયની ઉંમરનો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે તેની વધુ ઉંડાણ પુર્વક પુછપરછ કરતા આ મોટર સાયકલ તેણે આજથી આશરે ચારેક વર્ષ પહેલા અમદાવાદ નરોડા ખાતેથી ફ્લેટના પાર્કિંગમાંથી ચોરી કર્યાની કબુલાત કરી હતી. બાઈકના એન્જીન તથા ચેચીસ નબર આધારે પોકેટ કોપથી ખાતરી કરતા તેનો નંબર ય્ત્ન-૦૯-ઝ્રય્-૧૮૮૭ હોવાનું પણ પ્રકાશમાં આવ્યું હતું.
ત્યારે કાયદાના સંધર્ષમાં આવેલા કિશોરને વિશ્વાસમાં લઇ વધુ ઉંડાણ પુર્વક પુછપરછ કરતા આજથી આશરે ચારેક વર્ષ પહેલા ગામ- વડાલી ખાતે અન્ય એક હિરો હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ બાઇક ચોરી કરી પોતાના ઘરે મૂક્યું હોવાનું પણ બહાર આવતા તે બાઈક પણ કબ્જે કરાયું હતું. બંને મોટર સાયકલની કિ.રૂ. ૪૦ હજારની ગણી જપ્ત કરાયું છે. સગીરનો ગુનાહિત ઈતિહાસ જાેતા તે ગાંધીનગર જિલ્લાના સેકટર-૨૧, સેકટર-૭, પેથાપુર, દહેગામ, ચિલોડા તથા સાબરકાંઠા જિલ્લાના ઇડર, હિમંતનગર, પ્રાંતિજ તથા અમદાવાદ શહેરના સોલા તેમજ મહેસાણા જિલ્?લાના કડી પોલીસ મથકમાં અપહરણ સહીત ૪૦ જેટલા વાહન ચોરીના ગુનામાં પકડાયેલો હોવાનું પણ બહાર આવ્યું છે. આવી ગુનાખોરીને ડામવા કોઈ યોગ્ય એક્શન પ્લાન કરવો જાેઈએ અને આમ તજજ્ઞોનું કહેવું છે કે આ તમામ ગુનાખોરી પાછળ બેરોજગારી જવાબદાર છે નાની વયના બાળકો પણ ચોરીના ગુનામાં સંડોવાય છે લોકો ગેમ રમવા તેમાં ખર્ચ માટે પૈસા, મોબાઈલ લેવા પૈસા, આધુનિક યુગમાં લોકોની દેખાદેખી જાેઈ પૈસાનો મોહ અને બેરોજગારીને કારણે લોકો આવી ગુનાખોરીમાં સંડોવાય છે. હાલમાં ચાલી રહેલી ફિલ્મો અને વેબ સિરીઝોમાં પણ ચોરી કરવાની નવી સ્ટાઈલો તેમજ અવનવા કિમીયાઓ બતાવી લોકોને ચોરી કરતા પ્રેરી રહ્યા છે.




















Recent Comments