fbpx
ગુજરાત

વિકસિત ભારતના આહવાન માં ૨૦૪૭ સુધીના રોડ મેપ સાથેનું ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટા કદનું બજેટ

આજે ગુજરાત વિધાનસભામાં વર્ષ ૨૦૨૪ – ૨૫  નું બજેટ નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ રજૂ કર્યું, અત્યાર સુધીના ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટા કદનું બજેટ રજૂ કરવામાં આવ્યું.આ બજેટમાં ૨૦૪૭ સુધીના રોડ મેપ સાથે ગરવી, ગ્રીન, ગ્લોબલ અને ગુણવંત ગુજરાતના સપના સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં ગરીબ, યુવાન, નારી શક્તિ અને અન્નદાતા માટે પ્રાધાન્ય અપાયું છે. બજેટમાં સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતર માળખાકીય સુવિધા, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ એ પાંચ સ્તંભોનો સમાવેશ કરી ગુજરાતના નાગરિકોની સુખાકારી માટે પૂરતો પ્રયત્નો કરવામાં આવ્યો છે.

નમો લક્ષ્મી યોજના અંતર્ગત સરકારી અનુદાનિત કે ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી પાત્રતા ધરાવતી ૧૦ લાખ કરતા વધારે દીકરીઓને ધોરણ ૯ અને ૧૦ માં અભ્યાસ માટે ૧૦ હજાર રૂપિયા અને ધોરણ ૧૧ અને ૧૨ માં  અભ્યાસ કરતી દીકરીઓને 15 હજાર રૂપિયા સહાય ચૂકવવામાં આવશે જેનાથી દીકરીઓના શિક્ષણમાં વ્યાપ વધશે વધુ દીકરીઓ શિક્ષણ મેળવતી થશે.

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક ધિરાણ અને સહાય યોજના માં ૬૦૦ કરોડથી વધારે રકમની જોગવાઈ કરવામાં આવી છે જેનાથી બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ ગુણવત્તા સભર શિક્ષણ આ સહાયથી મેળવી શકે અને વધુ ઉચ્ચ અભ્યાસ સાથે આગળ વધી શકે તેવા હેતુથી રાજ્ય સરકાર દ્વારા બજેટમાં આ રકમની જોગવાઈ કરાઈ છે.

ગુજરાત સરકારના આ આત્મ નિર્ભર બજેટમાં શહેરી વિકાસ, ગ્રામ વિકાસ, આદિજાતિ વિકાસ, વાહન વ્યવહાર, ઉર્જા – પેટ્રોલિયમ, સિંચાઈ, શિક્ષણ, સામાજિક ન્યાય, પાણી પુરવઠો, નાના – મધ્યમ અને મોટા ઉદ્યોગો, પશુપાલન વ્યવસાય, માર્ગ મકાન વિભાગ, ગ્રામ્ય સુરક્ષા, યુવા પ્રવૃત્તિઓ ગૃહ વિભાગ વિગેરે જેવા તમામ આધાર સ્તંભોનો ગુજરાતના સર્વાંગી અને સર્વ સમાવેશી વિકાસ માટેબજેટમાં સમાવેશ કરાયો છે.ગુજરાતના આ આત્મનિર્ભર અને વિકાસશીલ બજેટને અમરેલી જિલ્લા ભાજપના અગ્રણી રીતેશ સોનીએ આવકાર્યું છે, સાથોસાથ ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને તેમની સમગ્ર ટીમને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા છે.

Follow Me:

Related Posts