‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’પીપરલા ગામના જીતુભાઇ રાઠોડને સ્થળ ઉપર જ આયુષ્માન કાર્ડ ઉપલબ્ધ થયું
જીતુભાઇ રાઠોડ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના પીપરલા ગામમાં રહે છે. આજરોજ તેમના ગામમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રથ આવી પહોંચ્યો ત્યારે સ્થળ પર જ તેમને આયુષ્યમાન કાર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. ઉપરાંત તેમને આ કાર્ડની મહત્તા વિશે તેમને જાણકારી આપવામાં આવી હતી.હવે જીતુભાઇ રાઠોડને ૧૦ લાખ સુધીની સારવાર માટે સરકાર તરફથી સહાય મળશે તે બદલ તેઓ સરકારશ્રીનો આભાર વ્યક્ત કરે છે.
Recent Comments