બોલિવૂડ

વિકાસ બહલ ૨૯ માર્ચથી અમિતાભ બચ્ચન-રશ્મિકા મંદાના સાથે ફિલ્મ ‘ગુડબાય’નું શૂટિંગ શરૂ કરશે

માર્ચ મહિનાની શરૂઆતમાં તાપસી પન્નુ, અનુરાગ કશ્યપ તથા મધુ મન્ટેનાની સાથે સાથે ડિરેક્ટર વિકાસ બહલના ઘરે પણ આવકવેરા વિભાગના દરોડા પડ્યા હતા. માનવામાં આવતું હતું કે જેમના ઘરે રેડ પડી છે, તેમની ફિલ્મનું શૂટિંગ લાંબા સમય સુધી અટકી પડશે. જાેકે, આવું નથી. સૌ પહેલાં અનુરાગ કશ્યપે તાપસી સાથે ફિલ્મ ‘દોબારા’નું શૂટિંગ શરૂ કર્યું હતું. હવે વિકાસ પણ ૨૯ માર્ચથી પોતાની ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે.ન્કહ્વિ|વિકાસ બહલની આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન તથા રશ્મિકા મંદાના લીડ રોલમાં છે. ‘ગુડબાય’ ફિલ્મનું ટેન્ટેટિવ ટાઈટલ છે. ૨૯ માર્ચથી અંધેરી, મુંબઈના ચાંદીવલી સ્ટૂડિયોમાંથી શૂટિંગ શરૂ કરવામાં આવશે. શિડ્યૂઅલ ૪૫ દિવસનું છે. આ જ ડેડલાઇનમાં આખી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી લેવામાં આવશે. ફિલ્મ ચંદીગઢના બેકડ્રોપમાં છે. ચાંદીવલી સ્ટૂડિયોમાં ચંદીગઢનો માહૌલ તૈયાર કરવામાં આવશે.ન્કહ્વિ|અમિતાભ બચ્ચન સાથે જાેડાયેલા સૂત્રોના મતે, ફિલ્મમાં બિગ બીએ રિટાયર્ડ અધિકારીનો રોલ પ્લે કર્યો છે. પાત્રમાં તેમના પ્રોફેશન પર વધુ ફોકસ કરવામાં આવ્યું નથી. રશ્મિકા મંદાના દીકરીના રોલમાં છે. ફિલ્મમાં પિતા-દીકરીના સંબંધો પર ફોકસ કરવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts