‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત ખાંભા તાલુકાના રબારિકા ગામે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન : અરજદારોની અરજીઓનો હકારાત્મક નિકાલ
રાજ્ય સરકારની જનકલ્યાણલક્ષી વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ નાગરિકોને સરળતાથી ઘરઆંગણે મળી રહે અને તેમને ઓછામાં ઓછી મુશ્કેલી થાય તેવા પારદર્શી અભિગમ તેમજ સુશાસન નેમ સાથે રાજ્યવ્યાપી સેવા સેતુ કાર્યક્રમના ૧૦મા તબક્કાનો રાજયવ્યાપી પ્રારંભ થયો છે.તા.૩૧ ઓક્ટોબર સુધી રાજયભરમાં યોજાનાર આ સેવા સેતુ કાર્યક્રમના ૧૦મા તબક્કા અંતર્ગત તાલુકા દીઠ ૩ અને નગરપાલિકા-મહાનગરપાલિકા દીઠ બે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે.રાજ્ય સરકારના વિવિધ વિભાગોની ૫૫ જેટલી જનકલ્યાણલક્ષી સેવા-સુવિધા સેવા સેતુમાં નાગરિકોને સ્થળ પર પૂરી પાડવાનો ઉદ્દેશ્ય છે. સેવા સેતુ કાર્યક્રમ એ રાજ્ય સરકારના જનકલ્યાણલક્ષી અભિગમનું એક પરિમાણ છે. સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી અરજદારોની અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક રીતે ઉકેલ આવી રહ્યો છે.
સમગ્ર રાજ્યમાં તા. ૦૭ ઓક્ટોબર ૨૦૨૪ થી તા. ૧૫ ઓક્ટોબર,૨૦૨૪ સુધી વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી હાથ ધરવામાં આવી છે. તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ વિકાસ યાત્રાના ૨૩ વર્ષ પૂર્ણ થયા છે. રાજ્યમાં છેલ્લા ૨૩ વર્ષમાં હકારાત્મક પરિવર્તન આવ્યું છે. સરકારી યોજનાઓ થકી લોકોના જીવનમાં હકારાત્મક બદલાવ આવ્યો છે. ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત આજરોજ ખાંભા તાલુકાના રબારિકા ગામે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સરકારની વિવિધ સેવાઓનો લાભ ઘરઆંગણે મળ્યો છે. અરજદારોની રાશનકાર્ડમાં નામ સુધારણા, આવકના દાખલા, નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ, આરોગ્ય ચકાસણી સહિતની અરજીઓ બાબતે હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.રાજ્ય સરકારના પારદર્શી અભિગમ સુશાસન વ્યવસ્થા અંતર્ગત સેવા સેતુ કાર્યક્રમ દ્વારા નાગરિકોની વિવિધ સમસ્યાઓનું નિવારણ અરજદારોને ત્વરાએ મળી રહે તે માટે પારદર્શી શાસન વ્યવસ્થા કાર્યરત છે.
Recent Comments