વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ૨૩ વર્ષના સફળ, સબળ અને સમર્થ નેતૃત્વની સમગ્ર રાજ્યમાં તારીખ ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે ભાવનગરના મોતીબાગ ટાઉનહોલ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રૈયાબેન મીયાણીના અધ્યક્ષસ્થાને “વિકાસ સપ્તાહ”ની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ધારાસભ્યશ્રી ગૌતમભાઈ ચૌહાણ અને ભીખાભાઈ બારૈયા, જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જી.એચ. સોલંકી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જયશ્રીબેન જરૂ, મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનશ્રી રાજુભાઇ રાબડીયા, ભાવનગર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જશુબેન મકવાણા, સિહોર તાલુકા પંચાયત પ્રમુખશ્રી લીલાબેન મકવાણા સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ તેમજ ઉપસ્થિત લોકોએ ભારત વિકાસની પ્રતિજ્ઞા લીધી હતી.
‘વિકાસ સપ્તાહ’ ઉજવણી અંતર્ગત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રૈયાબેન મીયાણી સહિતના પદાધિકારીઓ-અધિકારીઓએ ભારત વિકાસની પ્રતિજ્ઞા લીધી


















Recent Comments