વિક્રમ વેધા અને પોન્નિયિન સેલવન-૧ બિગેસ્ટ ઓપનિંગ માટે તૈયાર, કમાણીમાં કોની થશે જીત?…
બોક્સ ઓફિસ પર બે મોટી ફિલ્મોની ટક્કર થશે, જેને લઈને ઈન્ડસ્ટ્રીમાં હલચલ મચી છે. એક તરફ હૃતિક રોશન અને સૈફ અલી ખાન સ્ટારર ‘વિક્રમ વેધા’, જે આ જ ટાઈટલવાળી દક્ષિણ ભારતીય ફિલ્મની રિમેક છે અને બીજી તરફ છે ‘પોન્નિયિન સેલવન-૧’ , જેમાં ઐશ્વર્યા રાય બચ્ચન,તૃષા કૃષ્ણનન, કાર્થી. વિક્રમ, જયમ રવિ અને શોભિતા ધુલિપાલા જેવા સ્ટાર્સ છે. મણિરત્નમ નિર્દેશિત ‘પોન્નિયિન સેલવન ૧’ ચર્ચામાં છે. આવી સ્થિતિમાં એ વાતની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે કે આખરે તે કઈ ફિલ્મ હશે જે કમાણીની રેસમાં આગળ નીકળશે. વિક્રમ વેધા અને પોન્નિયિન સેલવન-૧ બંને ફિલ્મો અલગ અલગ જાેનરની છે, પરંતુ તેમ છતાં બંને એક જ દિવસે રિલીઝ થવાના કારણે એ વાતનું જાેખમ છે કે બંને ફિલ્મો એકબીજાની કમાણીને અસર કરી શકે છે. વિક્રમ વેધા જાેખમમાં હોવાનું એક કારણ એ પણ છે કે તે દક્ષિણ ભારતીય ફિલ્મની હિન્દી રિમેક છે, જેના કારણે દર્શકો પહેલાથી ફિલ્મની કહાની વિશે જાણે છે, બીજી તરફ પોન્નિયિન સેલવન-૧ એક નવી કહાની છે, આવી સ્થિતિમાં ઐશ્વર્યા રાય સ્ટારર ફિલ્મને દર્શકો જાેવા જઈ શકે છે.
વિક્રમ વેધા અને પોન્નિયિન સેલવન-૧, બંનેમાં ઘણો તફાવત છે. જેમાંથી પહેલો ફિલ્મનો બજેટનો છે. એક તરફ ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પોન્નિયિન સેલવન ૧ ૫૦૦ કરોડના બજેટમાં બનેલી છે, તો બીજી તરફ વિક્રમ વેધાનું બજેટ ૧૭૫ કરોડ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ટ્રેડ એનાલિસ્ટને અંદાજ છે કે ડાયરેક્ટર મણિરત્નમની ઁજી ૧ કલેક્શનની બાબતમાં વિક્રમ વેધા પર ભારે પડી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે ઁજી ૧ની પહેલા દિવસની કમાણી ૨૦થી ૨૫ કરોડ અને વિક્રમ વેધાની ૧૮થી ૨૦ કરોડની વચ્ચે હોય શકે છે.
થોડા દિવસ પહેલા દ્ભય્હ્લ ચેપ્ટર ૨, આરઆરઆર અને વિક્રમ સહિત એવી ઘણી દક્ષિણ ભારતીય ફિલ્મો રિલીઝ થઈ, જે બોલિવૂડ ફિલ્મો પર ભારે સાબિત થઈ. આવી સ્થિતિમાં પોન્નિયિન સેલવન-૧ વિક્રમ વેધા પર ભારે પડે તેવી સંભાવના છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ મહાક્લેશથી હૃતિક રોશન ઘણો પરેશાન છે, પરંતુ હૃતિક રોશને સ્પષ્ટ કરી દીધું છે કે તેણે આ મહાસંગ્રામના કારણે કોઈ ટેન્શન નથી. જાે કે, દર્શકોનું દિલ પોન્નિયિન સેલવન ૧ પર આવે છે અથવા વિક્રમ વેધા પર, તે થોડા જ કલાકમાં ખબર પડી જશે.
Recent Comments