fbpx
ગુજરાત

વિજયાદશમી નિમિત્તે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ વતી સમી પૂજાનું આયોજન કરવામાં આવ્યું

શક્તિની નગરી યાત્રાધામ અંબાજી ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મા અંબાની આરાધના અને મા ના ચરણોમાં શીશ નમાવવા દરરોજ હજારોની સંખ્યામાં માઇ ભક્તો અંબાજી આવતા હોય છે. ત્યારે મા અંબાના નિજ મંદિરે કોઈપણ અવસર કે પર્વ નિમિત્તે દર્શનાર્થીઓની સંખ્યામાં ઘસારો જાેવા મળતો હોય છે. આજે વિજયાદશમી નિમિત્તે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ વતી સમી પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દર વર્ષે વિજયાદશમીના દિવસે અંબાજીના માનસરોવર ખાતે સમી પૂજન કરવામાં આવતું હોય છે. 

આજે પણ મંદિરના પ્રણાલિકા મુજબ સમી પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંદિરના ભટજી મહારાજ દેવાંગ ઠાકર અને મંદિરના પૂજારીઓ દ્વારા મંત્રો ઉચ્ચાર સાથે સમી પૂજાની શરૂઆત કરવામાં આવી હતી. તો આ પ્રસંગે અંબાજી મંદિરના વહીવટદાર આર.કે પટેલ સાથે મંદિરના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. લક્ષ્મી સ્વરૂપે સમી પૂજન કરવામાં આવતું હોય છે. સમી પૂજામાં શસ્ત્રોનું પણ પૂજન કરવામાં આવ્યું હતું. મંદિરના વહીવટદાર આર કે પટેલ દ્વારા સમી પૂજામાં આરતી કરી ફુલ તિલક સાથે સમી પૂજન કરાયું હતું.

Follow Me:

Related Posts