સાઉથ સ્ટાર વિજય થલાપતિ પોતાની ફિલ્મો દ્વારા ચાહકોનું મનોરંજન કરે છે.સુપરસ્ટારનો ચાહક વર્ગ ખુબ મોટો છે. પરંતુ હવે થલાપતિ વિજય પોતાની ફિલ્મ સફરને બ્રેક આપી રાજનીતિમાં પોતાનો સમય આપશે. પરંતુ આ વચ્ચે તેની સાથે જાેડાયેલા એક એવા સમાચાર સામે આવ્યા છે કે, જેનાથી સૌ કોઈ પરેશાન છે. સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ થઈ રહ્યા છે. જેમાં અભિનેતાના હાથ અને માથામાં ઈજા જાેવા મળી રહી છે.
થલાપતિ વિજય હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમના શૂટિંગમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ અભિનેતા તેની ફિલ્મ ૨૦૦૪ની હાઈ-ઓક્ટેન બ્લોકબસ્ટર ગિલીના નિર્માતાઓને પણ મળ્યો, જે તાજેતરમાં થિયેટરોમાં ફરીથી રિલીઝ થઈ હતી. નિર્માતાઓએ ફિલ્મ ફરી રિલીઝ થવાના ખાસ અવસર પર થલાપતિ વિજયને આમંત્રણ આપ્યું હતું. ફિલ્મને મળી રહેલા સારા એવા પ્રતિસાદને કારણે અભિનેતાનું સન્માન કરવામાં આવ્યું હતું.
વિજયને ફુલનો હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતુ. જેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં સૌનું ધ્યાન તેના હાથ પર પડ્યું છે. હાથમાં ઈજાના નિશાન જાેવા મળી રહ્યા છે. થલાપતિ વિજયને આ ઈજા ફિલ્મ ય્ર્ંછ્ના શૂટિંગ દરમિયાન થઈ હતી. એક ચાહકે તેના ઈન્સ્ટા એકાઉન્ટ પર લખ્યું થલાપતિ અન્નાના હાથમાં ઈજા થઈ છે. એક લખ્યું ઈંય્ર્ંછ્ના શૂટિંગ દરમિયાન થલાપતિ વિજયના હાથમાં ઈજા જાેવા મળી રહી છે.
Recent Comments