સાઉથનો સુપરસ્ટાર વિજય દેવરકોંડા હાલમાં તેની ફિલ્મ લાઈગરને લઇને ઘણો ચર્ચામાં છે. ફિલ્મ થિયટરોમાં રિલીઝ થઈ ગઈ છે પરંતુ વિજય અને અનન્યા સ્ટારર આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખુબ ખરાબ રીતે પીટાઈ છે. લાઈગર દર્શકોનું દિલ જીતવામાં નિષ્ફળ રહી છે. હવે રિપોર્ટના અનુસાર વિજય દેવરકોંડા થિયેટરમાં પોતાની ફિલ્મ જાેઈ અપ્સેટ થઈ ગયો હતો. હૈદરાબાદના સુદર્શન થિયેટરમાં લાઈગર જાેઈ વિજય પરેશાન થઈ ગયો અને સમાચારોનું માનીએ તો એક્ટર ફિલ્મના ફાઈનલ પ્રોડક્ટથી એકદમ ખુશ નથી. લાઈગર દ્વારા વિજય દેવરકોંડાએ બોલીવુડમાં ડેબ્યુ કર્યું છે. એવામાં આ ફિલ્મ તેના માટે ઘણી સ્પેશિયલ હતી. પરંતુ લાઈગરના બોક્સ ઓફિસ પર ફ્લોપ થવાથી વિજયનું દિલ તૂટી ગયું છે.
ટ્રેક ટોલીવુડના રિપોર્ટ અનુસાર હૈદરાબાદમાં પોતાની ફિલ્મ જાેઈ વિજય દેવરકોંડા રડવા લાગ્યો હતો. એવું લાગી રહ્યું હતું કે, તે ફાઈનલ રિસ્પોન્સથી નાખુશ છે. આ ઉપરાંત ટોળાની ધીમી પ્રતિક્રિયાને પણ વિજયનો મૂડ ખરાબ કરી દીધો હતો. લાઈગર દ્વારા બોક્સ ઓફિસ પર નિરાશાજનક કલેક્શન કર્યા બાદ ફિલ્મની પ્રોડ્યૂસર ચાર્મી કોરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આ ફિલ્મનું ફેલિયર તેમના માટે ઘણું ડિપ્રેશિંગ છે. ફ્રી જર્નલ સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે, ઘરે બેસેલા લોકો માત્ર એક ક્લિકથી સારું કન્ટેન્ટ જાેઈ શકે છે. આખો પરિવાર મોટા બજેટની ફિલ્મને ટીવી પર જાેઈ શકે છે અને જ્યાં સુધી તમે દર્શકોને એક્સાઈટ નહીં કરો ત્યાં સુધી તેઓ થિયેટરમાં આવશે નહીં.
Recent Comments