fbpx
ગુજરાત

વિજાપુરથી કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યોનાથાલાલ પ્રભુદાસ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધુ

વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ રાજીનામું ધર્યા બાદ વધુ એક ઝટકો વિજાપુરથી કોંગ્રેસને લાગ્યો છે. વિધાનસભાના વર્ષ ૨૦૧૭ના ઉમેદવાર નાથાલાલ પ્રભુદાસ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધુ છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને તેઓએ રાજીનામાનો પત્ર લખ્યો છે

અને જેમાં તેઓએ કોંગ્રેસની વર્તમાન સ્થિતિમાં નિષ્ક્રિયતાના કારણને આગળ ધર્યુ છે. નાથાલાલ પટેલે રાજીનામાના પત્રમાં લખ્યુ છે. કોંગ્રેસ પક્ષ લોકહિત માટે કામ કરવાના મુદ્દાથી પર રહી પક્ષ અને મોવડી મંડળના નેતાની નિષ્ક્રિયતાને જાેતા લોકોને ન્યાય આપવો હાલમાં સિદ્ધ થઈ શકે એમ ના હોવાનું કારણ દર્શાવ્યુ છે. નાથાલાલ પટેલે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોનો આભાર માન્યો હતો. સાથે જ ૨૦૧૭માં ચૂંટણી લડવા માટે મેન્ડેટ આપવા બદલ કોંગ્રેસનો પણ આભાર માન્યો હતો.

Follow Me:

Related Posts