ગુજરાતમાં દિવસેને દિવસે ક્રાઈમ રેટ વધતો જઈ રહ્યો છે ચોરી, લુંટફાટના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે મહેસાણા જિલ્લામાં આવેલા વિજાપુરમાં બે દિવસ અગાઉ ટીબી પોશ વિસ્તારમાં આવેલા આકાશ સ્ટુડીયોમાં અજાણ્યા તસ્કરોએ શટર તોડી પાડી સ્ટુડીયોમાં ઘુસી કેમેરા સહિત અનેક ચીજવસ્તુઓની ચોરી કરી રફુચક્કર થયા હતા. આ મામલે સ્ટુડીયોના સંચાલકે અજાણ્યા ચોર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જ્યાં પોલીસે ઉંડી તપાસ કરતાં ચોર ગણતરીના કલાકોમાં ઝડપાઇ ગયો હતો. સ્ટુડીયોમાં થયેલી ચોરીની ફરિયાદ બાદ પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલીંગ વિવિધ ઈસમોની પૂછતાછ કરવામાં આવી હતી.
દરમ્યાન પોલીસની બાજ નજરે સ્ટુડીયોમાં ચોરી કરનારા ઇસમને ચોરીની ફરીયાદના ગણતરીના કલાકમાં મુદ્દામાલ સમેત ઝડપી લીધો હતો. આ અંગેની પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ટીબી વિસ્તારમાં અગાઉ થયેલી ચોરીની મુદ્દાસર તપાસ પીઆઇ આર.આર.પરમાર તેમજ ટાઉન જમાદાર કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ ઝાલાએ કરી હતી. જ્યાં પોલીસે ચોક્કસ દિશામાં થયેલી ચોરીઓની તપાસ શરૂ કરતાં આરોપી અશોક દિનેશભાઇ દેવીપૂજકને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી કેમેરા સહીતની વિવિધ ઇલેક્ટ્રોનિક આઇટમો રૂપિયા ૫૬ હજાર ૬૦૦નો કુલ મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Recent Comments