મહેસાણા જિલ્લાના વિજાપુરમાં દોશીવાડામાંથી ચિસ્તી વાસ, વૈદ્યનો મઢ, મહાબીબીની ફળી તેમજ આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ગટરનું પાણી ઊભરાતું હોવાની ફરિયાદો પાલિકામાં કરવામાં આવી હતી તે છતાં કોઈ કામગીરી નહીં કરવામાં આવતા આ વિસ્તારના લોકોએ ચાલુ સભામાં જઈ ઘેરાવ કર્યો હતો. જેમાં ચીફ ઓફિસર મટીલ પટેલે રજૂઆત કરવા આવેલા નગરજનોની વાત સાંભળીને ચાલુ મિટિંગમાં હાજર સભ્યો કામગીરી કરવા માટે ઠરાવમાં લઈને પૂર્ણ કરવામાં આવશે તેવી હૈયાધારણા આપી હતી.
રજૂઆત કરવા આવેલા સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી રજુઆત કરી થાકી ગયા પરંતુ હજુ સુધી કોઈ કામ થયું નથી જેથી પાલિકામાં મીટીંગનું જણાતા તમામ સભ્યો હાજર હોવાથી અમારા પ્રશ્નોને રજુઆત આપવા માટે અમે ચાલુ મીટીંગમાં આવ્યા હતા. જેથી હવે સત્વરે કોઈ કામગીરી કરવામાં નહીં આવે અને આનો નિકાલ કરી કામગીરીને ઠરાવ ઉપર નહીં લાવે તો અમે ગાંધીજી ચિંધ્યા માર્ગે જઇ આંદોલન કરીશું તેમજ ભૂખ હડતાળ જેવા કાર્યક્રમો પણ કરીશુ તેવી રજુઆત સ્થાનિકોએ પાલિકામાં બેઠેલા સ્ત્તાધીશોને કરી હતી. જ્યારે ચીફ ઓફિસરે આ સમસ્યાનો જલ્દી નિકાલ કરવા પ્રયત્નો કરવા બાંહેધરી આપી હતી.
Recent Comments