મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં આવેલા વસઈ આરોગ્ય કેન્દ્ર ખાતે આજે વહેલી સવારે વેક્સિનલેવા લોકોની મોટી સંખ્યામાં ભીડ જમતા અવ્યવસ્થા નજરે પડી હતી. સીમિત સંખ્યામાં વેક્સિન સામે લોકોની સંખ્યા વધતા વેક્સિન લેવા પહોંચેલા લોકો ગુંચવાયા હતા.
મહેસાણા જિલ્લો હાલમાં વેક્સિનેશનના મામલે સમગ્ર ગુજરાતમાં પાંચમાં ક્રમે ચાલી રહ્યો છે, જાેકે જિલ્લાના શહેરી વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સિનેશનની કામગીરી પૂર જાેશમાં ચાલી રહી છે પરંતુ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના વસઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વેક્સિન લેવા અને ટોકન મેળવવા લોકોની ભીડ જામી હતી. ગઈ કાલે જાહેર રજા હોવાના કારણે વેક્સિનેશનની કામગીરી બંધ હતી.
આજે ફરી વેક્સિનેશનની કામગીરી શરૂ થતાની સાથે જ વિજાપુરના વસાઈ પ્રાથમિક અરોગ્ય કેન્દ્રના કમપાઉન્ડમાં વહેલી સવારે ૭ વાગ્યાથી જ લોકો વેક્સિન લેવા માટે આવી પહોંચ્યા હતા. જ્યાં વેક્સિનના ડોઝ સામે સંખ્યા વધતા ભીડ જામી હતી જાેકે હાલમાં વેક્સિનેશન માટે ટોકન પદ્ધતિ ચાલી રહી છે. જેમાં લોકો વહેલી સવારે આવીને ટોકન મેળવવા પણ તોડે વળતા જાેવા મળ્યા હતા.
Recent Comments