fbpx
અમરેલી

વિઠ્ઠલપુર ખંભાળીયા ખાતે નાયબ મુખ્ય દંડકકૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો

 વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સોમવારે અમરેલી જિલ્લાના વિઠ્ઠલપુર ખંભાળીયા મુકામે યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના લાભાર્થીઓ સાથેના સંવાદનું જીવંત પ્રસારણ યોજાયું હતું. નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને સાંસદશ્રી નારણભાઈ કાછડીયા અને જિલ્લા કલેક્ટરશ્રી તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને મહિલાઓનું સન્માનલાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.

    કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રીકૌશિકભાઈ વેકરીયાએ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ આયુષમાન ભારતઉજ્જવલા યોજનાનલ સે જલપી.એમ. વિશ્વકર્માકિસાન ક્રેડિટ કાર્ડ વગેરે દ્વારા સમાજમાં આવી રહેલા આર્થિક સામાજિક પરિવર્તનની વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કેકેન્દ્ર સરકારના રૂ. ૦૫ લાખના અનુદાન અને રાજ્ય સરકારના રૂ. ૦૫ લાખના અનુદાન દ્વારા લાભાર્થીઓની રૂ. ૧૦ લાખનું સુરક્ષા કવચ આયુષમાન કાર્ડ દ્વારા મળી રહ્યુ છે. દેશના સુખી સંપન્ન વ્યક્તિ જે હૉસ્પિટલમાં સારવાર કરાવી શકે એ જ હૉસ્પિટલમાં આયુષમાન કાર્ડ ધારકને પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની યોજનાના કારણે સારવાર શક્ય બની છે.

    તેમણે ઉમેર્યુ કે પી.એમ. વિશ્વકર્મા યોજના દ્વારા કારીગરોના હૂનરને તક આપવામાં આવી છે. જેમાં ૦૧-૦૩ લાખ રૂપિયાની લોન નજીવા વ્યાજદરે અને તાલીમ દ્વારા સ્કિલ ડેવલપમેન્ટનું કામ કરવામાં આવી રહ્યુ છે. ઉજ્જવલા યોજના અંતર્ગત દેશમાં ૧૦ કરોડ જેટલા ગેસ કનેક્શન આપી પ્રધાનમંત્રીશ્રીએ બહેનોને ચૂલાના ધુમાડાથી થતી સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી મુક્તિ અપાવી છે. આજે ઘરે ઘરે નલ સે જલ યોજના અંતર્ગત પાઈપ લાઈન દ્વારા પીવાનું પાણી પહોંચ્યું છે. કિસાન ક્રેડિટ કાર્ડ હોય કે પછી અન્ય યોજનાઓ આજે છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓના લાભ પહોંચી રહ્યા છે. 

     કાર્યક્રમમાં પ્રેરક ઉદ્ધબોધન કરતા જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાએ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા અનુરોધ કર્યો હતો. વિકસિત ભારતની પરિભાષા સમજાવતા તેમણે જણાવ્યું હતું કેવિકાસશીલમાંથી વિકસિત ભારત બનાવવા માટે સરકારની યોજનાઓના મળવા પાત્ર લાભથી એક પણ વ્યક્તિ બાકી ન રહી જાય તે સુનિશ્ચિત કરવાની સહિયારી જવાબદારી છે.  આ યાત્રા થકી યોજનાઓના પ્રચાર પ્રસારની સાથે અંતિમ હરોળના વ્યક્તિને પણ તેના લાભથી લાભાન્વિત કરાઈ રહ્યા છે.

    કાર્યક્રમના પ્રારંભે તાલુકા પંચાયતના પ્રમુખશ્રીકિશોરભાઈ કાનપરીયાએ શાબ્દીક સ્વાગત કર્યુ હતું. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાકૃતિક કૃષિના મહત્ત્વને સમજાવતું નાટક ધરતી કહે પુકાર કેની અસરકારક રજૂઆત કરવામાં આવી હતી. લેન્ડ રેક્ડનું સો ટકા ડિજિટાઇઝેશન અને ૧૦૦ ટકા ઘરોમાં નલ સે જલ યોજનાનો લાભ પહોંચાડવા બદલ પંચાયતના સરપંચશ્રીને પ્રમાણપત્રો મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સૌ કોઈએ વિકસિત ભારત ૨૦૪૭ના સંકલ્પને ચરિતાર્થ કરતા શપથ લઈ સૌએ યોગદાન આપવાની પ્રતિજ્ઞા લીધી હતી. 

   આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રીતાલુકા પંચાયતના ઉપ પ્રમુખશ્રીનાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ચાવડાજિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યોસ્થાનિક પદાધિકારીશ્રીઓવિવિધ વિભાગના અધિકારીશ્રીઓશાળાના આચાર્ય અને શિક્ષકો તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા.

Follow Me:

Related Posts