આજ રોજ અમરેલી તાલુકાના વિઠ્ઠલપુર ખંભાળીયા ગામના યુવાન વિશાલભાઈ બધાભાઈ ભાસ્કર અગ્નિવીર આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને પોતાના માદરે વતન આવતા પરિવાર તેમજ વતનવાસીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આ તકે વિઠ્ઠલપુર ખંભીળીયા ગામ ભારત માતા કી જયના નારા સાથે ગુંજી ઉઠ્યુ હતું. અને સમાજ તેમજ ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અમરેલી તાલુકાના વિઠ્ઠલપુર ગામના યુવકે છ મહિનાની આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને પોતાના વતને આજરોજ પહોંચ્યા હતા. તેમજ વિઠ્ઠલપુર ના વિશાલભાઈ આર્મીની ટ્રેનિંગ પૂરી કરી પોતાના વતન પહોંચતા ગ્રામજનો દ્વારા ડીજેના તાલે ભવ્ય સ્વાગત કરી ગામના લોકો તેમજ આસપાસના ગામલોકો તેમજ અમરેલી તાલુકા માંથી પધારેલ સામાજીક આગેવાનો દ્વારા સ્વાગત કર્યુ હતું. આ તકે વિશાલભાઈ ના માતા પિતા, પરિવારજનો તથા પુરા ગામના લોકો ગર્વની લાગણી અનુભવતા જોવા મળી રહ્યા હતા.
વિઠ્ઠલપુર (ખં) ગામના યુવાન વિશાલ ભાસ્કર અગ્નિવિર ની તાલીમ પૂર્ણ કરી વતન આવતા ગ્રામજનો એ ઉમળકાભેર સ્વાગત કર્યુ.

Recent Comments