fbpx
ગુજરાત

વિદેશથી ગાંધીનગરમાં પ્રવેશતા મુસાફરોને ૧૪ દિવસ સુધી ફરજીયાત ક્વોરન્ટાઈન સેન્ટરમાં રહેવું પડશે

દેશમાં હજી કોરોનાની સંભવિત ત્રીજી લહેરના વાવડ વચ્ચે નવા વેરિઅન્ટ ઓમિક્રોનની ભારતમાં એન્ટ્રી થતાં દહેશત વ્યાપી જવા પામી છે. ગાંધીનગરમાં પણ દિવાળીના તહેવારો પછી એક પછી એક કોરોનાના કેસો પ્રકાશમાં આવી રહ્યા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં અગિયાર કેસો નોંધાઈ ચૂક્યા છે, જેના પગલે આરોગ્ય તંત્ર દ્વારા વિશેષ તકેદારી રાખવા સૂચનો અપાઈ રહ્યા છે.
દેશના કર્ણાટકમાં ઓમિક્રોનનાં બે કેસ મળી આવતાં કેન્દ્રીય આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં પણ આ રોગની એન્ટ્રી ન થાય તે માટે આરોગ્ય તંત્ર દ્વારા વિદેશથી આવતા દરેક મુસાફરોને ચૌદ દિવસ સુધી ક્વોરન્ટાઈન કરી સતત મોનીટરીંગ રાખવા માટે સિવિલ સહિત ત્રણ સ્થળોએ ક્વોરન્ટાઈન સેન્ટર ઉભા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ અંગે આરોગ્ય તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું કે, ઓમિક્રોનના પગલે ગાંધીનગરમાં વિદેશથી આવતાં મુસાફરોનો રોજેરોજનો ડેટા એરપોર્ટ ઓથોરિટી પાસેથી મેળવી લેવામાં આવે છે. જેનાં આધારે વિદેશી મુસાફરનાં ઇ્‌ ઁઝ્રઇ ંીજં સહિત મોનીટરીંગ પણ કરવામાં આવી રહ્યું છે. હવે ઓમિક્રોનના બે કેસ ભારતમાં મળી આવતાં વિશેષ તકેદારીના ભાગરૂપે વિદેશથી આવતાં મુસાફરોને ચૌદ દિવસ ફરજીયાત ક્વોરન્ટાઈન રહેવાનું નક્કી કરી દેવાયું છે. તેમ છતાં હજી પણ ઘણા લોકો કોરોનાની રસી લેવામાં ઠાગાઠૈયા કરી રહ્યા છે. નવાઈની વાત એ છે કે કોરોના વેક્સિનના બંન્ને ડોઝ લઈ લીધા હોવા છતાં લોકો કોરોનાનો શિકાર બની રહ્યા છે. પરંતુ રસી લીધી હોવાથી કોરોનાની ગંભીર અસર દર્દીમાં જાેવા નહીં મળતા તંત્રને થોડીક રાહત થઈ છે. આથી વિદેશથી આવતા મુસાફરોને સાત દિવસ ક્વોરન્ટાઈન રાખવામાં આવશે. જે પછી તેમનો ટેસ્ટ કરાશે, જેમાં તેઓ પોઝિટીવ જણાઈ આવશે તો તેમના સેમ્પલ જીન્સ સિક્વન્સ માટે મોકલી આપવામાં આવશે. ઉપરાંત બીજા સાત દિવસ ક્વોરન્ટાઈન સેન્ટરમાં રાખી સતત મોનીટરીંગ કરવામાં આવશે. આ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ, આશકા હોસ્પિટલ અને જર્મન હોટલમાં ક્વોરન્ટાઈન સેન્ટર ઉભા કરવામાં આવી રહ્યા છે. વિદેશથી આવતાં મુસાફરોને આ ત્રણ સેન્ટરમાંથી વિકલ્પ પસંદ કરવો પડશે. સિવિલ સિવાયના સેન્ટરમાં રહેવું હશે તો મુસાફરે તેનો ચાર્જ ચૂકવવો પડશે. સરકારે પણ યુ.કે, ઝિમ્બાબ્વે, દક્ષિણ આફ્રિકા, યુએઈ સહિતના ૧૧ દેશોથી આવતાં મુસાફરો સામે ખાસ ધ્યાન કેંદ્રિત કરવાની સૂચનાઓ આપી દીધી છે.

Follow Me:

Related Posts