વિડિયો ગેલેરી

વિદેશી નાગરિકોને લઈ જતું હેલિકોપ્ટર નેપાળમાં ક્રેશ, સર્ચ ઓપરેશન ચાલુ

નેપાળમાં મંગળવારે સવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં ૫ વિદેશી નાગરિકો સવાર હતા. સોલુખુમ્બુથી રાજધાની કાઠમંડુ જઈ રહેલા આ હેલિકોપ્ટરનો સંપર્ક ઉડાન બાદ થોડી જ વારમાં તૂટી ગયો હતો, ત્યારબાદ હવે તેના ક્રેશની માહિતી સામે આવી છે. નેપાળ સરકાર દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે અને મુસાફરોની શોધ કરવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર, આ હેલિકોપ્ટરમાં પાંચ મેક્સિકન નાગરિકો સહિત કુલ ૬ લોકો સવાર હતા. મનાંગ એરનું આ હેલિકોપ્ટર મંગળવારે સવારે ૧૦.૧૦ મિનિટે ટેકઓફ થયું હતું, ૧૫ મિનિટ પછી હેલિકોપ્ટરનો સંપર્ક તૂટી ગયો હતો. નેપાળી મીડિયાનું કહેવું છે કે જ્યારે હેલિકોપ્ટરને લુકલા એટીસીથી કાઠમંડુ એટીસીને સોંપવામાં આવ્યું ત્યારે જ તેનો સંપર્ક તૂટી ગયો હતો.

હાલ આ હેલિકોપ્ટરમાં સવાર નાગરિકોની હાલત શું છે તે જાણી શકાયું નથી. નેપાળ પ્લેન દુર્ઘટનાઓ વારંવાર કેમ થાય છે… તમને જણાવી દઈએ કે નેપાળ ઘણીવાર પ્લેન દુર્ઘટનાઓને કારણે ચર્ચામાં રહે છે. આ વર્ષની શરૂઆતમાં, ૧૫ જાન્યુઆરી, ૨૦૨૩ ના રોજ, નેપાળમાં એક મોટી વિમાન દુર્ઘટના થઈ હતી, જ્યારે યેતી એરનું વિમાન ક્રેશ થયું હતું જેમાં ૭૨ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ પહેલા ગયા વર્ષે પણ નેપાળમાં તારા એરલાઈન્સનું એક વિમાન દુર્ઘટનાનો શિકાર બન્યું હતું, જેમાં લગભગ બે ડઝન લોકોના મોત થયા હતા. થોડા દિવસ પહેલા રાજસ્થાનના હનુમાનગઢમાં મિગ-૨૧ ક્રેશ થયું હતું. આ અકસ્માત બહલોલનગર નગરમાં થયો હતો. જાેકે, આ અકસ્માતમાં પાયલોટ અને કો-પાયલોટે સમયસર મિગ-૨૧માંથી છલાંગ લગાવી દીધી હતી અને તેમનો જીવ બચી ગયો હતો. રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ અકસ્માતમાં ૪ ગ્રામજનોના મોત થયની માહિતી છે.

Related Posts