વિદ્યાગુરુ ફાઉન્ડેશનના પ્રમુખ હરેશભાઈ મહેતાના જન્મદિવસની અનોખી ઉજવણી
સાવરકુંડલામાં સ્વ.શ્રીલલ્લુભાઈ શેઠની હૈયાતીમાં ખાદી કાર્યાલય એટલે, Bellow Poverty Line { ગરીબી રેખા નીચે } કુટુંબો માટે, એમાંય ખાસ કરીને બહેનો માટે સ્વરોજગારીનું સ્વર્ગ અને એ પણ લોખંડી સુરક્ષા સાથે, સ્વ. શેઠની ધાક એવી કે ચકલું પણ ન ફરકે. સારાયે ગુજરાતમાંથી અસંખ્ય મુલાકાતીઓ ખાદી કાર્યાલયની પ્રવૃતિ નિહાળવા આવતા. સ્વ. શેઠની ગેરહાજરી થતાં ધીમે ધીમે, એક પછી એક વિભાગો બંધ થતાં ગયાં.આધુનિક ડિઝીટલ યુગમાં તાલ મીલાવવો અઘરો થતાં સંસ્થા મૃતપાય: અવસ્થામાં આવી ગઈ. એવામાં અચાનક સુપ્રસિદ્ધ હાસ્ય લેખક રતિલાલ બોરીસાગરનાં ભૂતપૂર્વ નહીં પણ અભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાનાં વિદ્યાગુરુને ગુરુ દક્ષિણા અને એ પણ કોઈએ કલ્પના પણ ન કરી હોય તેવી આપવાનો દ્રઢ નિર્ણય કર્યો. આ વિચારને વિશ્વ વિભૂતિ પૂ શ્રી મોરારિબાપુ દ્વારા શબ્દોમાં વર્ણવી ન શકાય એવો બજરંગી ટેકો મળ્યો. અને જોતજોતામાં તો પવનપુત્ર હનુમાનજી જેમ સૂક્ષ્મમાંથી વિરાટ સ્વરૂપ ધારણ કરે તેવું તદ્દન નિશુલ્ક આરોગ્ય મંદિર ધમધમવા લાગ્યું. આ ભૂ. પૂ. વિદ્યાર્થીઓ પૈકીનાં એક હરેશ મહેતા,
( જેમને પોતાનો વ્યક્તિગત પ્રચાર થાય એ ગમતી વાત નથી, પણ સત્ય તો કહેવું જ પડે ) એ આ સ્થળને સમથળ કરવાં, મશીનરી ખરીદવા, બિલ્ડિંગ રીનોવેશન માટે શિયાળાની ઠંડી હોય કે ઉનાળાનો ધોમ ધખતો તાપ કે અનરાધાર વરસાદ વરસતો હોય, પણ જાણે ધૂણી ધખાવીને, પોતાનાં અંગત મિત્રોનાં સાથ સહકારથી સેવા યજ્ઞ આદર્યો તે આદર્યો પછી આ ટીમે પાછું વળીને જોયું નથી અને આજે એમનાં જ જન્મ દિવસ નિમિત્તે,એકાદ મહિના પહેલા તેમણે અપીલ કરી કે મને કોઈ મિત્રો,સ્નેહીઓ, સગાઓએ કોઈ ભેટ સોગાદ આપવી નહીં. તેના બદલે, વિદ્યાગુરુ ફાઉન્ડેશનનાં નામનો ચેક આપવો. આ અપીલને
આ અપીલને જબરદસ્ત પ્રતિભાવ મળ્યો અને જોતજોતામાં આ આંકડો એકાદ કરોડને સ્પર્શી ગયો.
આ તમામ ચેક પૂ.મોરારિબાપુને,નવસારી રામકથામાં અર્પણ કર્યા અને પૂ બાપુ એ પોતાની હંમેશની પરંપરા મુજબ તેમાં પોતાનાં તરફથી તુલસી પત્ર રૂપે રૂ.૨૫,૦૦૦/- ઉમેરી હોસ્પિટલ ટ્રસ્ટને સોંપ્યા. ઈશ્વર આવા સદવિચાર સૌને આપે તો ખૂબ જનસેવા થાય.
હવે વાત કરવી છે વિદ્યાગુરુ ફાઉન્ડેશનના પ્રારંભ કાળની શરૂઆત સાહિત્ય જગતને પ્રેરણા અને પ્રોત્સાહન સંદર્ભે થયેલ પરંતુ સાવરકુંડલા તાલુકા વિસ્તારની આરોગ્ય ક્ષેત્રે સ્થિતિ જોઈને ધીમે ધીમે આ સંસ્થાનું વલણ આરોગ્ય ક્ષેત્રે પણ કંઈ કરી છૂટવાનો પ્રારંભ થયો. લગભગ ૨૦૧૨માં અહીં સાવરકુંડલા સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળના ઘેલાણી સભાગૃહમાં એનાં વાર્ષિક સંમેલનમાં ડો. નંદલાલભાઈ માનસેતા સાહેબે સાવરકુંડલા ક્ષેત્રે ટીંબી ખાતે આવેલ સ્વામીનિર્દોષાનંદ હોસ્પિટલ જેવી સાવરકુંડલા શહેરમાં પણ વિનામૂલ્યે તમામ પ્રકારની મેડિકલ સારવાર મળી રહે તેવું સપનું પૂ. મોરારી બાપુની નિશ્રામાં જોયું અને ધીમે ધીમે રતિલાલ બોરીસાગર સાહેબનાં સાંનિધ્યમાં એક અનોખા આરોગ્ય ધામ સમા શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર લગભગ ૨૦૧૫ માં પ્રારંભ થયો. આ સમયે ડો. નંદલાલભાઈ માનસેતા સાહેબ જેવા સેવાભાવી તબીબની આંખે એક ફ્રી સીટ ખાનગી હોમિયોપથી મેડિકલ કોલેજનું નિર્માણ કરવાનું શમણું પણ જોયું. એટલે આમ જોવા જઈએ તો વિદ્યાગુરુ ફાઉન્ડેશનનું આરોગ્ય ક્ષેત્રે વિઝન તો ખૂબ મોટું છે. અને ઈશ્ર્વર આ વિદ્યાગુરુ ફાઉન્ડેશનના તમામ સપના સાકાર કરે એવી અભિલાષા.
Recent Comments