સાવરકુંડલા શહેરમાં આવેલ વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરને તેની નિશુલ્ક આરોગ્યલક્ષી સેવાઓની નોંધ લઈને સ્વ. શ્રી નાગજીભાઈ દુદાભાઈ જ્યાણીના સ્મરણાર્થે તેમના પુત્ર મનુભાઈ નાગજીભાઈ જ્યાણીએ સંસ્થાને ૩૦૦ મણ ઘઉં અનુદાન પેટે અર્પણ કર્યા.
સાવરકુંડલા શહેરમાં આવેલ વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર કે જે નિશુલ્ક આરોગ્ય સેવાઓ પ્રદાન કરે છે. આવી લોકકલ્યાણની દર્દીનારાયણની સેવા જોઈને સ્વ. શ્રી નાગજીભાઈ દુદાભાઈ જ્યાણીના સ્મરણાર્થે હસ્તે મનુભાઈ નાગજીભાઈ જ્યાણી દ્વારા શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરને ૩૦૦ મણ ઘઉં (૬૦૦૦)કિલો ઘઉં આપવાનો શિવ સંકલ્પ કરેલ છે. આમ ગણીએ તો લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે આશરે દૈનિક ૧૫૦૦ દર્દીનારાયણની આરોગ્ય લક્ષી સેવા નિશુલ્ક ધોરણે કરવામાં આવે છે.
આવી સેવાકીય પ્રવૃત્તિઓની નોંધ લઈને આ આરોગ્ય મંદિરમાં કોઈ પણ દર્દીને ઉત્તમ આરોગ્ય સેવા પ્રાપ્ત કરી શકે તે માટે આ સેવા યજ્ઞમાં જોડાઈને ૩૦૦ મણ (૬૦૦૦) કિલો ઘઉં અનુદાન પેટે આપેલ છે આ અનુદાન બદલ વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા આ માનવસેવાનાં કાર્યમાં સહયોગ આપવા બદલ દાતાશ્રીનો હાર્દિક આભાર પણ માનવામાં આવેલ.


















Recent Comments