અમદાવાદના સાણંદ ખાતે રહેતા વિરોજકુમાર હિતેશકુમાર પટેલ ઇન્ટીરિયલ ડિઝાઇનનું કામ કરે છે. તેઓએ તેમના ભાઇની પત્ની કામીનીબહેનને યુકે મોકલવા માટે સ્ટુડન્ટ વિઝા માટે દોડધામ કરતાં હતાં. જેમાં તેઓએ વિદ્યાનગરના રાધા સ્વામી સામીપ્ય હોમસાયન્સની સામે આવેલા શ્રીમદ્દ ઓવરસીઝ કન્સલટન્ટના શ્રેયસ કે. શાહનો સંપર્ક કર્યો હતો. આ સંપર્ક દરમિયાન શ્રેયસે કામીનીબહેનના જરૂરી દસ્તાવેજ મંગાવ્યાં હતાં. તેઓની એક બે મુલાકાત બાદ શ્રેયસ કે. શાહ તથા તેમના પત્ની મધુબહેને વિઝા માટેની પ્રોસેસીંગ ફાઇલ ફી તથા યુકેની યુનિવર્સિટીની ફી તથા બીજા ખર્ચ પેટે રૂ. પંદરેક લાખનો ખર્ચ જણાવ્યો હતો અને હું બોલાવું ત્યારે આવી જજાે તેમ જણાવ્યું હતું.
આ દરમિયાનમાં ૨૦મી જૂન,૨૨ના રોજ શ્રેયસ કે. શાહે કામીનીબહેનનો ઓફર લેટર આવી ગયો હોવાનું જણાવી યુનિવર્સિટીની ફી પેટે રોકડા રૂ.૧૦.૫૦ લાખ માંગ્યાં હતાં. આથી, વિજયરાજકુમારે તેમને આરટીજીએસ મારફતે રૂ.૧૦.૫૦ લાખ ટ્રાન્સફર કર્યાં હતાં. જાેકે, વિજયકુમાર અને તેનો ભાઇ સાહિલ અવાર નવાર વિઝાની પ્રોસેસ બાબતે પુછપરછ કરતાં હતાં, શ્રેયસે ગલ્લા તલ્લા શરૂ કર્યાં હતાં અને હું તમને અપડેટ આપતો રહિશ અને ઇન્ટરવ્યુનો મેલ આવશે એટલે તેમને જણાવીશ. તેવા બહાના બતાવવા લાગ્યો હતો. આ દરમ્યાન છેલ્લા ૯મી ઓગષ્ટ,૨૨ના રોજ છેલ્લી વાત થઇ હતી અને મેડિકલ ટેસ્ટ કરાવી લેજાે તેવી વાત કરી હતી. જાેકે, બાદમાં તેનો મોબાઇલ બંધ થઇ ગયો હતો.
આથી, ચિંતિત વિરાજકુમાર વિદ્યાનગર આવ્યાં હતાં. પરંતુ ઓફિસને તાળા હતાં. સ્ટાફના માણસનો પણ મોબાઇલ બંધ આવતો હતો. આમ છેતરાયાં હોવાનું જણાતાં વિરાજકુમાર પટેલે વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ આપી હતી. પ્રાથમિક તપાસમાં જ વિરાજકુમાર ઉપરાંત આણંદ અને ખેડા જિલ્લાના પણ અન્ય ૧૨ વ્યક્તિ સાથે મળી કુલ ૫૩ લાખની છેતરપિંડી આચરી હોવાનું ખુલ્યું હતું. આ અંગે વિદ્યાનગર પોલીસે શ્રેયસ કુલીન શાહ (રહે.વલાસણ) અને તેમના પત્ની મધુબહેન શાહ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.વિદ્યાનગરમાં શ્રીમદ્દ ઓવરસીઝ કન્સલટન્ટ ચલાવતા પતિ – પત્નીએ ચરોતર ઉપરાંત આસપાસના વિસ્તારના ૧૩ જેટલા વિદેશવાંચ્છુ સાથે વિદેશ મોકલવાના બહાને રૂ.૫૩ લાખ ઉપરાંતની છેતરપિંડી આચરતા ચકચાર મચી ગઈ છે. વિદ્યાનગર પોલીસે આ અંગે દંપતી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments