fbpx
ગુજરાત

વિદ્યાનગરમાં ગર્ભવતી મહિલા પતિના મારઝુડથી કંટાળી પોલીસ શરણે પહોંચી

પીડિત મહિલા લક્ષ્મીબેન શુક્લાએ જણાવ્યું હતું કે તે મૂળ ઉત્તરપ્રદેશના કાનપુરની છે. તેના લગ્ન વર્ષ ૨૦૦૩માં જેહુલ કિરીટ શુક્લા સાથે થયા હતા. તેની સાસરી મહેસાણા થાય છે, પરંતુ નોકરીના કામ અર્થે તેઓ વર્ષ ૨૦૦૭થી આણંદ સ્થિત વિદ્યાનગરમાં રહેવા માટે આવ્યાં હતાં. આણંદ આવ્યા એ પછી પતિ દ્વારા આપવામાં આવતા ત્રાસ બાબતે વાત કરતાં તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, એ સમયે તેણી પ્રેગ્નન્ટ હતી. અને ત્યારે જેહુલ ઉશ્કેરાઈને તેણીના પેટ સામે જાેઈને નાળિયેર ફોડી નાખું એમ કહેતો હતો.

સગર્ભા હોવા છતાં પણ તે અવારનવાર તેના પર શારીરિક-માનસિક ટોર્ચર કરતો હતો, જેને પગલે તેણે અમદાવાદ ખાતે રહેતી તેની બહેનના ઘરે પણ જતી રહેતી હતી. જાેકે પુનઃ તે સમાધાન કરીને તેને પરત લાવતો હતો અને ત્રાસ ગુજારતો હતો. ૩૦મી જાન્યુઆરીના રોજ પરિણીતા લક્ષ્મી અને તેની ૧૩ વર્ષીય પુત્રી ઘરમાં હાજર હતાં ત્યારે ઉશ્કેરાયેલા શખસે પરિણીતાને માર માર્યો હતો અને ઘરમાંથી ધારિયું લાવ્યો હતો. તે ધારિયાથી કાપી નાખીશ એવી તેણે ધમકી ઉચ્ચારી હતી, જેને પગલે પરિણીતા ભયભીત થઈ ગઈ હતી અને તેણી પુત્રીને લઈ ઘરમાંથી નીકળી ગઈ હતી. એ પછી તેણે જાગૃત મહિલા સંગઠનમાં આશરો લીધો હતો. વર્ષ ૨૦૦૭થી લઈને છેક અત્યાર સુધી અવાર-નવાર તેના પર શંકા રાખી ત્રાસ ગુજારતા કંટાળેલી પરિણીતાએ આખરે આ મામલે આણંદ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી.

જિલ્લા પોલીસ વડાએ વિદ્યાનગર પોલીસને આદેશ કરતાં પોલીસે શખસ જેહુલ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી છે. પતિના શારીરિક-માનસિક ત્રાસથી કંટાળેલી પરિણીતા આખરે તેના બહેનના ઘરે અમદાવાદ જતી રહી હતી. દરમિયાન, તે પોતે તેને લેવા અમદાવાદ ગયો હતો અને તેને લઈને સીધો વિદ્યાનગર સ્થિત તેના ઘરે લાવવાને બદલે હોટલમાં લઈ ગયો હતો. જ્યાં તેણે ઘરમાં સાફ-સફાઈ કરવાની બાકી છે તેમ કહ્યું હતું. દરમિયાન, એ પછી બીજા દિવસે સવારે ચ્હા લેવાના બહાને તે હોટલમાંથી નીકળ્યો હતો અને ત્યાં તેણી તેની પત્નીએ જ પુત્રીનું અપહરણ કર્યું હોવાની ખોટી માહિતી પોલીસને આપી હતી.

Follow Me:

Related Posts