રાષ્ટ્રીય

વિદ્યાર્થિનીઓના શિક્ષણ પર તાલિબાન નથી ઈચ્છતું કે છોકરીઓ ભણે અને લખે

અફઘાન યુવતીઓને કોઈ ઝેર આપે કે પોતે આત્મહત્યા કરેપ કોઈને વાંધો નથી. અફઘાનિસ્તાનમાં છોકરીઓની અડધા ઉપરની વસ્તી વિચારી રહી છે કે તેમના જીવવા કે મરવાથી કોઈને કોઈ ફરક પડતો નથી. એક દિવસ પહેલા આવું એક ઉદાહરણ જાેવા મળ્યું હતું. શાળામાં જતી ૮૦ માસૂમ વિદ્યાર્થીનીઓને ઝેર આપીને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આવું પહેલીવાર નથી બન્યું અને કદાચ છેલ્લી વાર પણ નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં આ રીતે લગભગ ૧૦,૦૦૦ છોકરીઓની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પરંતુ આ બાબતે ભાગ્યે જ ઉલ્લેખ થતો હોય છે. તાલિબાનના આગમન પછી સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. થોડા મહિના પહેલા ઈરાનમાં પણ આવું જ બન્યું હતું. જ્યારે ૫૦૦૦થી વધુ યુવતીઓને ઝેર આપવાનો પ્રયાસ કરાયો હતો. વર્ષ ૨૦૨૧ માં, તાલિબાને ચૂંટાયેલી સરકારને ઉથલાવી દીધી અને અફઘાનિસ્તાન પર કબજાે કર્યો. ત્યારથી, છોકરીઓ અને મહિલાઓ માટે જીવન મુશ્કેલ બની ગયું છે. અફઘાનિસ્તાનના એક જાણીતા સામાજિક કાર્યકર્તાએ (નામ ન આપવાની શરતે) આ મુદ્દે સમાચાર એજન્સી સાથે ખુલીને વાત કરી.

તેણી જણાવે છે કે તાલિબાન આવતાની સાથે જ, કોઈપણ કારણ વિના, સૌ પ્રથમ, તેઓએ શાળા-યુનિવર્સિટીમાં છોકરીઓના શિક્ષણ પર પ્રતિબંધ મૂક્યો. જ્યારે છેલ્લા બે દાયકાથી છોકરીઓ માટે અલગ શિક્ષણ પ્રથા ચાલી રહી હતી. તાલિબાન નથી ઈચ્છતું કે છોકરીઓ ભણે અને લખે. આના પરિણામે કાબુલમાં છોકરીઓની શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓને નિશાન બનાવવામાં આવી હતી. અનેક વિદ્યાર્થીનીઓએ જીવ ગુમાવ્યા. સર-એ-પુલમાં ૮૦ વિદ્યાર્થીનીઓને ઝેર આપવાનો મામલો ત્યાંની તેમની હાલત સમજવા માટે પૂરતો છે. તાલિબાનના કબજા પછી પોતાનો દેશ છોડીને અમેરિકામાં રહેનાર આ કાર્યકર્તા કહે છે કે અફઘાન સમાજમાં છોકરીઓની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે, પરંતુ તેમના શિક્ષણ વિરુદ્ધ કટ્ટરપંથીઓના અભિયાનને બંધ ન કરવું એ સીધો સંદેશ આપવાનો એક માર્ગ છે. એક રીતે યુવતીઓના પરિવારજનોને એક સંદેશ આપવામાં આવી રહ્યો છે કે છોકરીઓના ભણતરની કોઈને પડી નથી. તેમની સુરક્ષાની કોઈને પરવા નથી. તે વધુ સારું છે કે તેઓ શાળાએ ન જાય. બીબીસીએ તેના એક સમાચારમાં અફઘાનિસ્તાનમાં છોકરીઓની આત્મહત્યાના કેસમાં વધારો થવાનો મુદ્દો ઉઠાવ્યો છે.

તેઓ શાળા-કોલેજાે બંધ રાખવા અને મૂળભૂત અધિકારો છીનવી લેવાને કારણે ભારે હતાશામાં છે. તેઓ આત્મહત્યા પણ કરી રહ્યા છે. એક વ્યક્તિએ જણાવ્યું કે માર્ચમાં જ્યારે સ્કૂલનું સત્ર શરૂ થયું ત્યારે તેની દીકરીએ પહેલા જ દિવસે આત્મહત્યા કરી લીધી. તેણે વિચાર્યું કે નવા સત્રમાં તેની શાળા પણ ખુલશે, પરંતુ તેમ થયું નહીં. તેણી તે સહન કરી શકી નહીં. આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. અફઘાનિસ્તાનના સામાજિક કાર્યકરો જણાવે છે કે અફઘાનિસ્તાન સિવાય ઈરાનમાં પણ આવું જ જાેવા મળ્યું હતું. વાસ્તવમાં આ દેશોમાં મહિલાઓની સ્વતંત્રતા અંગે ખૂબ જ સંકુચિત વિચારસરણી છે. કટ્ટરવાદીઓ શિક્ષિત મહિલાઓથી ડરે છે. એટલા માટે તેઓ દરેક તકે તેમને દબાવવા માંગે છે. જાેકે, અફઘાનિસ્તાનમાં ભૂતકાળમાં પણ છોકરીઓને ઝેર આપવાના કિસ્સા સામે આવ્યા છે. વર્ષ ૨૦૧૬માં કાબુલની રઝિયા હાઈસ્કૂલમાં ૨૦૦ છોકરીઓને ઝેર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ યુવતીઓની ઉંમર ૮ વર્ષથી ૨૨ વર્ષની વચ્ચે હતી. આના થોડા અઠવાડિયા પહેલા ૫૯ વિદ્યાર્થીનીઓની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૧૫માં પણ કટ્ટરપંથીઓએ ૧૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીનીઓને ઝેર આપીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.

Related Posts