વિદ્યાર્થિનીની ખોટી માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવનારને HCએ જમીન અરજી રદબાતલ કરી
દેશના પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાનો પૈકીના એક એટલે કે દ્ગૈંહ્લ્(નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ટેક્નોલોજી) દ્વારા એક વિદ્યાર્થિનીના પિતાના મિત્ર વિરૂદ્ધ નોંધાવવામાં આવેલી ફરિયાદનો મામલો હાઇકોર્ટ સમક્ષ પહોંચ્યો હતો. તેમની વિરૂદ્ધ વિદ્યાર્થિનીની દ્ગૈંહ્લ્ની બનાવટી માર્કશિટ અને સર્ટિફિકેટ્સ બનાવવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. આ મામલે આરોપીએ ધરપકડથી બચવા હાઇકોર્ટ સમક્ષ આગોતરા જામીન અરજી કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. જાેકે પ્રાથમિક સુનાવણીના અંતે હાઇકોર્ટના જસ્ટિસ જે.સી. દોશીએ આગોતરા જામીન અરજી રદબાતલ કરી છે. આ કેસમાં અરજદાર ચૌધરી અંબિકા પ્રસાદ દાસે હાઇકોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી કરી હતી.
અગાઉ ગાંધીનગર એડિશનલ સેશન્સ જજે તેમની જામીન અરજી રદબાતલ કરતાં તેમણે હાઇકોર્ટમાં ધા કરી હતી. જેમાં એ મતલબના મુદ્દા ઉપસ્થિત કર્યા હતા કે,‘પ્રસ્તુત કેસના અરજદાર વિદ્યાર્થિનીના પિતાના મિત્ર છે અને એમની વચ્ચે કૌટુંબિક મિત્રતા છે. તેથી તેમને મદદ કરવાના હેતુથી અરજદારે એમના ઇ-મેઇલ આઇડીથી દ્ગૈંહ્લ્ના ડિરેક્ટર જનરલ રોહિત કંસલને એક ઇ-મેઇલ કરી માર્કશિટ્સ, સર્ટિફિકેટ્સ અને વિદ્યાર્થિનીને મળેલી બેસ્ટ સ્ટુડન્ટની ટ્રોફીની કોપી વગેરે મોકલી હતી.’ હાઇકોર્ટે સવાલ કર્યો હતો કે,‘પોતાની દીકરીને મદદ કરવા માટે પિતાએ શા માટે જાતે જ દ્ગૈંહ્લ્ના ડિરેક્ટર જનરલને ઇ-મેઇલ ન કર્યો?’ અરજદાર તરફથી રજૂઆત હતી કે,‘
તેઓ ઓડિશાના કોઇ અંતરિયાળ વિસ્તારમાં પોસ્ટેડ હોવાથી જાતે ઇ-મેઇલ કરી શક્યા નહોતા.’ હાઇકોર્ટે ફરી સવાલ કર્યો હતો કે,‘જાે તેઓ અરજદારને ઇ-મેઇલ કરી શકતાં હોય તો પછી ડિરેક્ટર જનરલને પણ એજ ઇ-મેઇલ કરી શક્યા હોત.’ અરજદારના પક્ષે એવી દલીલ કરવામાં આવી હતી કે,‘જે ઇ-મેઇલ પિતાએ અરજદારને મોકલ્યો હતો એવોને એવો ઇ-મેઇલ તેમણે દ્ગૈંહ્લ્ના ડિરેક્ટર જનરલને ફોરવર્ડ કર્યો હતો અને એમાં વિદ્યાર્થિનીના પિતાને પણ સીસીમાં રાખ્યા હતા. તેમની વચ્ચે ઘનિષ્ઠ સંબંધો હોવાથી તેમણે વિદ્યાર્થિની અને તેના પિતા ઉપર વિશ્વાસ રાખ્યો હતો.’ જાેકે હાલના તબક્કે હાઇકોર્ટે અરજદારને કોઇ પણ રાહત ન આપતાં અરજી રદબાતલ કરી છે. આ કેસમાં વિદ્યાર્થિની દ્વારા એક ફેકલ્ટી વિરૂદ્ધ જાતિય સતામણી અને અણછાજતું વર્તન કરવાની ફરિયાદ દ્ગૈંહ્લ્માં કરી હતી. જેમાં કોઇ પણ યોગ્ય પગલા્ં લેવામાં આવ્યા નહોતા. ત્યારબાદ વિદ્યાર્થિની પોતાના ઘરે ઓડિશા જતી રહી હતી અને તેની સાથે વિતેલી ઘટના અંગેની ફરિયાદ સીધા દ્ગૈંહ્લ્ના ડિરેક્ટર જનરલ(દિલ્હી)ને ઇ-મેઇલ મારફતે કરવામાં આવી હતી.
Recent Comments