fbpx
અમરેલી

વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિક પેકિંગ નાસ્તો ન કરવાનો સંકલ્પ લીધો

શ્રી જ્ઞાનમંજરી સ્કૂલ રાળગોનમાં યોજાયો ત્રિવિધ કાર્યક્રમ તળાજા તાલુકાની શ્રી જ્ઞાનમંજરી સ્કૂલ રાળગોનમાં K.G થી ધોરણ 12 સુધીના પ્રથમ સત્રના 1 થી 10 નંબરના તેજસ્વી તારલાઓનુ સન્માન, વાલીસંમેલન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું સફળ આયોજન કરી વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓ ઉજાગર કરવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. શ્રી જ્ઞાનમંજરી સ્કૂલ આયોજિત ઈનામ વિતરણમા શૈક્ષણિક સિદ્ધિઓ, રમતગમત ક્ષેત્રે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, શાળાકીય સ્પર્ધાઓ વગેરેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

શાળાના વિદ્યાર્થીઓના વાલીઓની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ વચ્ચે શક્ષણિક સંવાદ અને બાળ ઘડતર તથા આદર્શ વાલીઓની ભૂમિકા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો. વાલી સંમેલન કાર્યક્રમ અંતર્ગત વાલીઓએ પોતાના પ્રતિભાવ રજૂ કરેલ સાથે વાલીઓએ પોતાના બાળકની શૈક્ષણિક સિદ્ધિ અને ક્ષમતા અંગે અવગત કરવા આવેલ. સમગ્ર કાર્યક્રમનં સંચાલન શાળાના ધોરણ-10 માં અભ્યાસ કરતા લાડુમોર દિવ્યાબેન (જાલવદર) દ્વારા કરવામાં આવેલ. સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવનાર તમામ કર્મચારીઓએ સરાહનીય કામગીરી કરી આદર્શ ઉદાહરણ પૂરું પાડેલ તેમજ સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવેલ.

Follow Me:

Related Posts