સૌરાષ્ટ - કચ્છ

વિદ્યાર્થીઓના માતા-પિતા વેક્સિનેટેડ છે તેની તપાસ થશે: શિક્ષણ સમિતિના ચેરમેન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રાતે દેશને સંબોધતા ૧૫થી ૧૮ વર્ષની ઉંમરના લોકોને ૩ જાન્યુઆરીથી કોરોના વેક્સિન આપવાની જાહેરાત કરી હતી. જેને પગલે મનપા તંત્ર દ્વારા તૈયારી શરુ કરવામાં આવી છે. આ અંગે મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે,૧૫ થી ૧૮ વર્ષના બાળકોને રસી આપવા મનપા તૈયાર છે. સરકારની મંજૂરી મળતા બાળકોને વેક્સિનેટેડ કરવામાં આવશે. અને તમામ અધિકારીઓ અને કેન્દ્ર પર તૈયારીઓ કરી લેવામાં આવી છેરાજકોટમાં કોરોનાનો તરખાટ યથાવત છે. ત્યારે વધતા કેસની વચ્ચે મનપા સંચાલિત શાળામાં નવતર અભિગમ હાથ ધરાયો છે.

આ અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિતે મીડિયાને જણાવ્યું હતું કે,મનપા સંચાલિત શાળા ના ૨૫ હજાર બાળકોના માતા-પિતા વેક્સિનેટેડ છે કે નહીં તેનો સર્વે શિક્ષકો દ્વારા કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે,કોરોનાના મહામારી અનુસંધાને શાળાઓમાં જરૂરી તકેદારી અને કોવિડ પ્રોટોકોલના ચુસ્ત પાલન થાય અને બાળકો સુરક્ષિત રહે તેવા આશય સાથે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં પણ કોરોનની ગાઇડલાઇન્સનું ચુસ્ત પણે પાલન કરવામાં આવશે.

Related Posts