આરબીએસ એન્જિનિયરિંગ ટેકનિકલ કેમ્પસમાં બી. ટેકના વિવિધ સેમેસ્ટરમાં ત્નશ્દ્ભના ૧૧ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને તે તમામને પ્રધાનમંત્રી વિશેષ શિષ્યવૃત્તિ યોજના (ઁસ્જીજી) હેઠળ પ્રવેશ આપવામાં આવ્યો છે. કોલેજ મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, ૨૪ ઓક્ટોબરે વિદ્યાર્થીઓએ પાકિસ્તાનના સમર્થનમાં સ્ટેટસ મૂક્યું હતું અને તેને ગ્રુપમાં પોસ્ટ કર્યું હતું અને કોલેજ દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી અને આમાં ત્રણ વિદ્યાર્થીઓ દોષી સાબિત થયા હતા. આ મામલે કાર્યવાહી કરીને કોલેજે ત્રણેય વિદ્યાર્થીઓને ૨૫ ઓક્ટોબરે કોલેજમાંથી કાઢી મુક્યા છે.ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાની એક કોલેજમાં અભ્યાસ કરતા કાશ્મીરી વિદ્યાર્થીઓએ ્૨૦ વર્લ્ડ કપમાં ભારતની હારની ઉજવણી કરી હતી. જે બાદ વિદ્યાર્થીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, ઇમ્જી એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા પર આ અંગે વાંધાજનક પોસ્ટ પણ કરી હતી અને મંગળવારે આ મામલો જાહેર થયા બાદ કોલેજ મેનેજમેન્ટે ત્રણ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દીધા છે. આ મામલાને લઈને ભારતીય જનતા યુવા મોરચાએ આરોપી કાશ્મીરી વિદ્યાર્થીઓ વિરુદ્ધ જગદીશપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે અને ત્યારબાદ તેમની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, રવિવારે વર્લ્ડ કપની ટી-૨૦ મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ હતી અને આરબીએસ એન્જિનિયરિંગ કોલેજ ટેકનિકલ કેમ્પસ હોસ્ટેલના ડીન ડો.દુષ્યંત સિંહના જણાવ્યા અનુસાર, કોલેજમાં અભ્યાસ કરતા કાશ્મીરના ત્રણ વિદ્યાર્થીઓએ ભારતની હાર અને પાકિસ્તાનની જીત પર ઉજવણી કરી હતી. આ પછી વિદ્યાર્થીઓએ વોટ્સએપ પર સ્ટેટસ મૂકીને પાકિસ્તાનનું સમર્થન કરતા રાષ્ટ્ર વિરોધી નારા લગાવ્યા હતા. આ મામલો સામે આવતાં જ કોલેજ મેનેજમેન્ટે ત્રણેય વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દીધા છે. મંગળવારે આ મામલો સોશિયલ મીડિયા પર આવ્યા બાદ ભારતીય જનતા યુવા મોરચાના અધિકારીઓ કોલેજ પહોંચ્યા હતા અને તેઓએ હંગામો મચાવ્યો હતો અને વિદ્યાર્થીઓ સામે કાર્યવાહીની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. યુવા મોરચાના નેતાઓએ કહ્યું કે વિદ્યાર્થીઓ વિરુદ્ધ કેસ નોંધવો જાેઈએ અને આ પછી એસપી સિટી વિકાસ કુમારના આદેશ બાદ તહરીના આધારે કેસ નોંધવામાં આવ્યો. એસપી સિટીનું કહેવું છે કે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં, એસપી સિટી વિકાસ સિંહે કહ્યું કે આરોપી વિદ્યાર્થીઓ વિરુદ્ધ ૧૫૩છ, ૫૦૫(૧)મ્ અને ૬૬હ્લ ૈં્ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આગ્રા પોલીસના જણાવ્યા અનુસાર, અરશદ યુસુફ, ત્રીજા વર્ષના સિવિલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી ઇનાયત અલ્તાફ શેખ અને ચોથા વર્ષના વિદ્યાર્થી શૌકત અહેમદ ગનીએ પણ પાકિસ્તાનની જીત બાદ ભારત વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને તેમણે પાકિસ્તાનનું સમર્થન કર્યું હતું, આગ્રા પોલીસના જણાવ્યા અનુસાર તેને પાકિસ્તાનના સમર્થનમાં ુરટ્ઠંજટ્ઠॅॅ સ્ટેટ્સ રાખ્યું હતું.


















Recent Comments