ગુજરાત

વિદ્યાર્થીઓ ચાલુ અભ્યાસે અન્ય પસંદગી ના અભ્યાસમાં પ્રવેશ મેળવી એક સાથે બે ડિગ્રી મેળવી શકશે : કુલપતિ

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કન્વેન્શન હૉલ ખાતે બુધવારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના સંદર્ભમાં સંશોધનમાં બહુવિધ આયામો વિષય પર એક દિવસીય સેમિનાર યોજાયો હતો.જેમાં આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ ડૉ. અમીબેન ઉપાધ્યાય દ્વારા નવી શિક્ષણ નીતિ વિદ્યાર્થીઓ માટે શિક્ષણની વિકાસયાત્રા સમાન ગણાવી હવે ચાલુ અભ્યાસે પણ વિદ્યાર્થી અન્ય પસંદગીના અભ્યાસમાં પ્રવેશ લઈ એક સાથે બે ડીગ્રી મેળવી શકશે તેવું જણાવ્યું હતું.

યુનિવર્સિટીમાં સેમિનારમાં ઉપસ્થિત ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ ડૉ.અમીબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે યુજીસી દ્વારા નક્કી કર્યા મુજબ વિદ્યાર્થીઓ ચાલુ અભ્યાસક્રમ દરમિયાન અન્ય પસંદગીના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી એકસાથે બે ડિગ્રી મેળવી શકશે. તેમણે સંશોધનકર્તા વિધ્યાર્થીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું કે ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં શિસ્ત એ પણ શિક્ષણનો ભાગ છે.

પ્રશ્ન થાય ત્યારે તેનું સંશોધન કરવું જોઈએ. સંશોધન એ અન્ય શોધ કરતાં અલગ પડે છે. જેટલું ટાઇટલ સચોટ હાઇપોથીસિસ સાઇન્ટિફિક તેટલુ જ રિસર્ચ સરળ બને છે. સેમિનારમાં તજજ્ઞ વક્તા તરીકે વિદ્યાર્થીઓને ટેકનિકલ માર્ગદર્શન ડૉ. એચ. એસ. વિરમગામી, પ્રિન્સિપાલ, ટી એસ આર કોમર્સ કોલેજ પાટણ, ડૉ. દીપક રાવલ , એસ પી યુનિવર્સિટી , તેમજ ડૉ, જે એચ પંચોલી, નોર્થ ગુજરાત એજયુકેશન સોસાયટી પાટણ ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર દ્વારા આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના કુલપતિ .જે.જે.વોરા , મુખ્ય વક્તા દીપકજી કોઈરાલા , કાર્યકારી રજિસ્ટાર ડૉ. રોહિતભાઈ દેસાઇ, પાટણ આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. લલીતભાઈ પટેલ , યુનિવર્સિટીના વિવિધ વિભાગોના અધ્યાપકો અને પીએચડીના વિદ્યાર્થી હાજર રહ્યા હતા.

Follow Me:

Related Posts