વિદ્યાર્થીઓ દ્વારા શાળાને ડિજિટલ બનાવવાનું અનોખું પગથિયું!

અમરેલી વિદ્યાર્થીઓ દ્વારા શાળાને ડિજિટલ બનાવવાનું અનોખું પગથિયું! “તમારા શિક્ષણના ભવિષ્યને ડિજિટલ બનાવવાની ક્ષમતા હવે તમારા જ વિદ્યાર્થીઓ પાસે છે!”Red & White Skill Education – અમરેલીના Full Stack Web Developerના બે વિદ્યાર્થીઓએ શાળાના સંચાલકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે “School Management System Website” બનાવી છે, જે શાળાના તમામ કામને સરળ અને ઝડપી બનાવશે. શાળા સંચાલન એક મોટી જવાબદારી છે, જેમાં વિદ્યાર્થીઓની માહિતી સંભાળવી, પરિણામ તૈયાર કરવું, સ્ટાફ મેનેજ કરવો, સમયપત્રક અને એકાઉન્ટ્સ જાળવવા જેવા અગત્યના કામો આવે છે. આ નવી વેબસાઈટ દ્વારા શાળા સંચાલકો હવે એક ક્લિકમાં શાળાના તમામ મહત્વના કાર્ય કરી શકશે.
આ વેબસાઈટ દ્વારા વિદ્યાર્થીઓની હાજરી, શાળા ની માહિતી, પરીક્ષા અને વર્ગ સમયપત્રક, સ્ટાફ મેનેજમેન્ટ, પરિણામ તૈયાર કરવું અને પ્રિન્ટ કરવું, વિદ્યાર્થી ઓળખ કાર્ડ બનાવવું, શાળા એકાઉન્ટ્સ સંચાલન, ફી રસીદ જનરેટ અને પ્રિન્ટ કરવી, ઓનલાઈન ફી પેમેન્ટ, અભ્યાસ સામગ્રી ઉમેરવી અને મહત્વની જાણકારી સીધા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે.વિદ્યાર્થીઓ તેમના લોગિન દ્વારા પોતાનો હાજરી રેકોર્ડ, વર્ગ અને પરીક્ષા સમયપત્રક, નોટિસબોર્ડ, ડિજિટલ રિઝલ્ટ, એડમિટ કાર્ડ, હોમવર્ક, લાઈબ્રેરીમાં બુક ડિટેલ્સ, ડિજિટલ ફી પેમેન્ટ અને હિસ્ટ્રી જોઈ શકે છે. શિક્ષકો વિદ્યાર્થીઓ માટે લાઈવ ક્લાસની લિંક ઉમેરી શકે છે, જેથી વિદ્યાર્થીઓ તેમની એપ્લિકેશનમાંથી જ લાઈવ ક્લાસમાં જોડાઈ શકે. આ બધું વિદ્યાર્થીઓ તેમજ તેમના માતાપિતા માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થશે.આ વેબસાઈટ દ્વારા શાળા વ્યવસ્થાપન વધુ અસરકારક, ઝડપી અને પ્રભાવી બનશે. ડિજિટલ યુગમાં શાળાઓ માટે આ એક મહત્વનું પગથિયું છે, જે શિક્ષણને વધુ સરળ અને ઢાંખોઇયું બનાવશે.
શાળા અને વિદ્યાર્થીઓ માટે ડિજિટલ ભવિષ્ય હવે તમારા હાથમાં છે!
Recent Comments