ડો. જીવરાજ મહેતા સંસ્થાપિત અમરેલી જિલ્લા વિદ્યાસભા સ્કૂલના હોસ્ટેલ વિભાગ દ્વારા ગણપતિ ઉત્સવ દરમિયાન મોદક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હોસ્ટેલના વિભાગના ધોરણ-6 થી 1રના 40 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે સંસ્થાના વ્યવસ્થાપક હસમુખભાઈ પટેલ મોદક સ્પર્ધાનું માર્ગદર્શન આપ્યું હતું. તેમજ સ્ટાફગણ ઉપસ્થિત રહયો હતો. અંતે ધોરણ-1ર કોમર્સનો મોદક સ્પર્ધામાં પ્રથમ નંબર અને ધોરણ-9નો વિદ્યાર્થી બીજા નંબરે વિજેતા થયેલ હતો.
વિદ્યાસભા સ્કૂલ તથા હોસ્ટેલમાં વિવિધ પ્રવૃતિઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓની પ્રતિભાઓ ખીલવવા માટે સુયોગ્ય વાતાવરણ પુરૂ પાડવામાં આવે છે. જે અંતર્ગત આજરોજ મોદક સ્પર્ધાનું આયોજન ગણપતિ બાપાના સાનિઘ્યમાં કરવામાં આવ્યું હતું. સંસ્થાના વ્યવસ્થાપક હસમુખભાઈ પટેલે વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ પ્રોત્સાહિત કર્યા હતા અને વિજેતા થયેલવિદ્યાર્થીઓને ઈનામ આપી અભિનંદન પાઠવ્યા હતા.
Recent Comments