fbpx
ગુજરાત

વિદ્યુત સહાયકની ભરતીમાં બેદરકારી દાખવનારા ૫ અધિકારીઓ સસ્પેન્ડઉમેદવારોએ પરિવારજનોની સાથે ભૂખ હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી

વિદ્યુત સહાયકની ભરતીમાં બેદરકારી દાખવનારા ૫ અધિકારીઓ અત્યાર સુધી સસ્પેન્ડ કરાયા છે. જેટકોના વધુ ૨ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે. આ સાથે જ એક જ દિવસમાં ૫ અધિકારીઓને સસ્પેન્ડ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભરૂચના એક્ઝિક્યૂટીવ એન્જિનિયર એપી ભાભોર અને નવસારીના એક્ઝિક્યૂટીવ એન્જિનિયર જેજી પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ અગાઉ કલાક પહેલાં જેટકો વિદ્યુત સહાયક ભરતી કાંડમાં ૩ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે જેટકો દ્વારા ભતી પરીક્ષાનાં વિવાદ મામલે એન્જીનીયક અને ડેપ્યુટી એન્જીનીયર કક્ષાનાં ૫ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે

જેમાં મહેસાણા ડિવિઝનનાં ડેપ્યુટી ઈજનેર કે.એચ.પરમાર, ધાનેરા કાર્યપાલક ઈજનેર એસ.આર.યાદવ, મહેસાણાનાં કાર્યપાલક ઈજનેર બી.જે.ચૌધરીને જૂનાગઢ અને જામનગર ખાતે પોલ ક્લાઈમબિંગ ટેસ્ટ પ્રક્રિયામાં ત્રણેય અધિકારીઓની બેદરકારી સામે આવી હતી. તેમજ પરીક્ષા રદ્દ કરવાની પરિસ્થિતિ અને જેટકો તથા સરકારની થઈ રહેલી બદનામી માટે ત્રણેય અધિકારીઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. ચીફ એન્જીનીયર એ.બી. રાઠોડ દ્વારા ત્રણેયને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાંથી આંદોલનનો અંત ક્યારે થશે? ન્યાય માટે રસ્તા પર ઉતરવું ન પડે એવી પરિસ્થિતિ ક્યારે સર્જાશે? જેટકોની પરીક્ષાને લઈને સર્જાયેલા વિવાદથી ઉમેદવારોની ધીરજ હવે ખૂટી રહી છે.. ઉમેદવારોએ આપેલું ૪૮ કલાકનું અલ્ટિમેટમ પૂર્ણ થયું છે..

હવે તો ઉમેદવારોએ પરિવારજનોની સાથે ભૂખ હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. ૪૮ કલાકનું જેટકોને આપેલું અલ્ટિમેટમ પૂર્ણ થતાં મંગળવારે ફરી ઉમદેવારોના આંદોલને જાેર પકડ્યું. જેટકોની પરીક્ષામાં ક્ષતિ હોવાના કારણે રદ કરાયેલી પરીક્ષાને લઈને શરૂ થયેલા આંદોલનમાં ૪૮ કલાક પૂર્ણ થતા અને ભરતીને લઈને કોઈ નિરાકરણ ન આવતા ફરી ઉમેદવારો જેટકોની ઓફિસ પહોંચ્યાં હતાં. પાંચ ઉમેદવારોનું ડેલિગેશન જેટકોના એમ. ડી.ને મળવા ગયું હતું, પણ તેઓ હાજર નહોંતા.. જેથી ઉમેદવારોએ જનરલ મેનેજરને રજૂઆત કરી હતી. સાથે જ પરિવાર સાથે ગાંધીનગરમાં જઈને આંદોલનને આગળ વધારશે તેવી ચીમકી ઉચ્ચારી હતી..

ઉમેદવારોની માગનું યોગ્ય નિરાકરણ આવ્યું નથી.. જેથી તેઓ હવે ગાંધીનગરમાં પરિવાર સાથે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. જેટકોની પરીક્ષાને લઈને વિવાદ છેલ્લા ૫ દિવસથી યથાવત્‌ છે.. સમગ્ર વિવાદના ઘટનાક્રમની વાત કરીએ તો, જેટકો દ્વારા ૧૨૨૪ જગ્યા માટે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. ઝોન કક્ષાએ યોજાયેલા પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાનું જેટકોની તપાસમાં સામે આવતાં ભરતી જ રદ કરી દેવામાં આવી છે. વિભાગની ભૂલનો ભોગ ઉમેદવારો બન્યા હતાં. ઉમેદવારોએ વિદ્યાર્થીનેતા યુવરાજસિંહની આગેવાનીમાં વડોદરા જેટકોની ઓફિસ બહાર તારીખ ૨૧ અને ૨૨ ડિસેમ્બર વિરોધપ્રદર્શન કર્યું હતું. જેમાં જેટકોના સ્ડ્ઢએ નિવાડો લાવવાની દારણા આપતા ઉમેદવારોએ સરકારને ૪૮ કલાકનો સમય આપી આંદોલન સમેટી લીધુ હતું. જેટકો દ્વારા યોજાયેલી તપાસ સમિતિના રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો સપાટી પર આવી હતી.

જેથી હકીકતોને ધ્યાનમાં રાખી રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળની વર્તુળ કચેરીઓ હેઠળના ઉમેદવારોને અન્યાય ના થાય કે અસંતોષની લાગણી ના ઉદભવે તેમજ સક્ષમ અધિકારીની સૂચનાને ધ્યાનમાં રાખી રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળની સમગ્ર ભરતી પ્રક્રિયા રદબાતલ જાહેર કરવામાં આવી છે જેને લઈને સમગ્ર વિવાદ સર્જાયો છે.

Follow Me:

Related Posts