અમરેલી : અમરેલી જિલ્લામાં પાણીપુરવઠાના વિકાસકાર્યોના અનેકવિધ ખાતમુહૂર્ત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી-કુંકાવાવ-વડીયા મતવિસ્તારના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરીયાના વરદ હસ્તે સંપન્ન થયા હતા. રવિવારે અને સોમવારે અંદાજિત 22.84 લાખથી વધુના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત સ્થાનિક આગેવાનો ગ્રામજનોની ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું. રવિવારે અમરેલી તાલુકાના મેડી ખાતે 70,000 લીટરની ક્ષમતા ધરાવતા સંપનું ખાતમુહૂર્ત થયું હતું, જેની અંદાજિત કિંમત રૂ. 3.15 લાખ છે. સોમવારે યોજાયેલા કાર્યક્રમોમાં અંદાજિત રૂ. 4.10 લાખના ખર્ચે 1.10 લાખ ક્ષમતા ધરાવતા સંપનું દેવરાજીયા ખાતે ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું.
મતવિસ્તારમાં આવતા માળીલા ખાતે પણ આશરે રૂ. 2.71 લાખના ખર્ચે 50,000 લીટરની ક્ષમતા ધરાવતા સંપનું નિર્માણ થશે. જ્યારે ચાડીયા ખાતે આશરે રૂ. 2.93 લાખના ખર્ચે 60,000 લીટરની ક્ષમતા ધરાવતા સંપનું નિર્માણ થશે. જ્યારે સરંભડા ખાતે 3.10 લાખ લીટરની ક્ષમતા ધરાવતો સંપ
આશરે 9.95 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામશે. આમ આશરે 22.84 લાખ રૂપિયાના ખર્ચે વિવિધ ગામોમાં થયેલા ખાતમુહૂર્તથી 6.00 લાખ લીટરની ક્ષમતા ધરાવતા સંપનું નિર્માણ થશે. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાનું મેડી, વતન દેવરાજીયા, માળીલા, ચાડીયા, સરંભડાના ગ્રામજનોએ સ્થાનિક પ્રશ્નોના નિરાકણ બદલ અભિવાદન કર્યુ હતું. અમરેલી જિલ્લાના વિકાસ માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે ત્યારે આગામી દિવસોમાં પણ જિલ્લામાં તેજગતિથી વિકાસકાર્યો થતા રહેશે તેવો વિશ્વાસ નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈએ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમોમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના આગેવાનો, સરપંચશ્રીઓ અને કાર્યકર્તાઓ, સંગઠનના હોદ્દેદારો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments