અમરેલી

વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાની ઉપસ્થિતિમાં અમરેલીના દડવા રાંદલ, સારંગપુર અને સનાળા મુકામે વિવિધ વિકાસકાર્યોનું ખાતમુર્હૂત

અમરેલી જિલ્લામાં વિવિધ વિકાસકાર્યો તેજ ગતિથી આગળ ધપી રહ્યા છે. ગુજરાત રાજય સરકારના વિકાસકાર્યો શરુ છે.  વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને અમરેલી-કુંકાવાવ-વડીયા વિસ્તારના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરિયાના વરદ હસ્તે અમરેલીના દડવા રાંદલ, સારંગપુર અને સનાળા મુકામે વિવિધ વિકાસકાર્યોનું ખાતમુર્હૂત સંપન્ન થયું હતુ.

વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યુ કે, જિલ્લાના વિકાસકામોની રજૂઆતો ધ્યાને લઈને રાજય સરકાર દ્વારા ત્વરાએ વિકાસકાર્યોને મંજૂરી આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, અમરેલી તાલુકાના વિવિધ ગામડાઓમાં વિકાસકાર્યો શરુ થતાં ગ્રામજનોને સીસીરોડ,બ્લોક રોડ સહિતની સુવિધાઓ પ્રાપ્ત થશે.

દડવા રાંદલ મુકામે અંદાજે રુ. ૩૫ લાખના ખર્ચે, ડામર રોડ, સીસી રોડ,બ્લોક રોડ, બસ સ્ટેશન સેનિટેશન, ગટર લાઇન માટેના વિકાસ કામો હાથ ધરવામાં આવશે. સારંગપુર ખાતે અંદાજે રુ.૪ લાખના ખર્ચે તૈયાર થયેલ કોઝ-વેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને અંદાજે રુ. ૮ લાખના ખર્ચે બ્લોક રોડ, ગટરલાઈન સહિતના વિકાસકામોનું ખાતમુર્હૂત સંપન્ન થયું હતું. આ તમામ વિકાસકામો એ.ટી.વી.ટી, ધારાસભ્ય અને ૧૫મા નાણાપંચ અંતર્ગત વિવેકાધિન અનુદાનમાંથી હાથ ધરવામાં આવશે. સાથે સનાળા મુકામે સ્મશાનની દિવાલના નિર્માણકાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ.  અમરેલીના  દડવા રાંદલ, સારંગપુર અને સનાળા મુકામે ગામના સરપંચશ્રીઓ, સ્થાનિક અગ્રણીશ્રીઓ, ગ્રામજનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts