fbpx
અમરેલી

વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે આર.સી.સી. રોડ અને ગટર લાઈનની કામગીરીના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત

અગ્રેસર ગુજરાતની વણથંભી વિકાસયાત્રામાં અમરેલી જિલ્લો અગ્રીમ હરોળમાં આગળ વધી રહ્યો છે. અમરેલી જિલ્લાની વિકાસયાત્રાને આગળ ધપાવતા વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી અને અમરેલી-કુંકાવાવ-વડિયા મતવિસ્તારના ધારાસભ્યશ્રી, કૌશિકભાઈ વેકરીયાએ જિલ્લાના સાજીયાવદર મુકામે વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કર્યુ હતું. સાજીયાવદર ગામમાં આર.સી.સી. રોડના નિર્માણ કાર્ય અને મેઈન બજારમાં ગટર લાઈન નાખવાની કામગીરીનો મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો હતો.

         વિકાસકાર્યોની વિગતે માહિતી આપતા સાજીયાવગરના સરપંચશ્રી હરેશભાઈ ધાધલે જણાવ્યુ હતુ કે, સાજીયાવદર મુકામે નાયબ મુખ્ય દંડકશ્રીના હસ્તે રૂ.૦૪ લાખના ખર્ચે ગટર લાઈનની કામગીરી અને રૂ.૦૪ લાખના ખર્ચે ગામની મેઈન બજારમાં આર.સી.સી. રોડનના નિર્માણની કામગીરીનું ખાતમુહૂર્ત થયું હતું. ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લામાં વિવિધ ક્ષેત્રે વિકાસકાર્યો તેજ ગતિથી આગળ ધપી રહ્યા છે ત્યારે જિલ્લાના સાજીયાવદર ગામે વધુ એક વિકાસકાર્યનું ખાતમુહૂર્ત થતા ગામની માળખાકીય સુવિધાઓ વધુ સુદ્દઢ બનશે તેવો વિશ્વાસ નાયબ મુખ્ય દંડકશ્રીએ વ્યક્ત કર્યો હતો. 

        આ પ્રસંગે નાયબ મુખ્ય દંડકશ્રીએ ગ્રામજનોના કોઈ પણ પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન પ્રતિનિધિ શ્રી પ્રવીણભાઈ માંગરોળીયા, સરપંચશ્રી, પંચાયતના સદસ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts