fbpx
ગુજરાત

વિધાનસભાની વહેલી ચૂંટણીને લઈને બીજેપી પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપ્યું આ નિવેદન

અત્યારે સૌ કોઈ રાજકિય પાર્ટીઓની નજર ગુજરાત પર મંડરાઈ રહી છે. વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રીના પણ પ્રવાસો ગુજરાતમાં થઈ રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ગઈ કાલથી જ ચર્ચાએ જોર પકડ્યું છે. મે જૂન આસપાસ ચૂંટણી આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે આ વાતને લઈને કોંગ્રેસ, આપ અને બીજેપીના નેતાઓ દ્વારા મતમતાંતરો રજૂ કર્યા છે ત્યારે વિધાનસભાની વહેલી ચૂંટણીને લઈને બીજેપી પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ નિવેદન આપતા કહ્યું કે, હજુ ઉતાવાળ નથી અમારી પાસે સમય છે, ડીસેમ્બર સુધીની ટર્મ છે માટે કોઈ ઉતાવળ નથી આ તો ચૂંટણી પંચનો વિષય છે. 

પરંતુ અમને ભરોસો છે કે, અમને જનતા જનાર્દનના આશિર્વાદ દર વખતે મળ્યા છે ત્યારે 2022ની ચૂંટણીમાં પણ તેમના આશિર્વાદ મળશે. હજૂ અમારી પાસે પૂરતો સમય છે 5 વર્ષની અમારી ટર્મ પૂરી થઈ રહી છે. ડીસેમ્બર સુધી જ્યાં સુધી સમય છે ત્યાં સુધી જનતાની સેવા અમે કરીશું. આ વાત તેમને અત્યારે કહી હતી સાથે જણાવ્યું હતું કે, ચૂંટણી પંચનો ચૂંટણીઓને લગતો વિષય છે અમારી પાસે સમય છે જેમાં હજુ વધુ કામ કરીશું તેવી વાત તેમને મીડીયા સમક્ષ કહી હતી.

Follow Me:

Related Posts