વિધાનસભામાં પબ્લિક યુનિવર્સિટી બિલ- ૨૦૨૩ પાસબિલ પાસ હવે રાજ્યની ૧૧ યુનિવર્સિટીની સત્તા સરકાર પાસે રહેશે
વિધાનસભાના ચોમાસુ સત્રના ચોથા અને અંતિમ દિવસે પબ્લિક યુનિવર્સિટી બિલ વિધાનસભામાં પાસ થયુ છે. કોંગ્રેસ પહેલેથી જ આ બિલના વિરોધમાં છે અને ગૃહમાં પણ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા આ બિલની જાેગવાઈઓનો વિરોધ કરવામાં આવ્યો હતો. સરકારના મંત્રી ઋષિકેશ પટેલે બિલ અંગે જણાવ્યુ કે પબ્લિક યુનિવર્સિટી એક્ટ બાદ ૧૧ યુનિવર્સિટીની સત્તા સરકાર પાસે રહેશે.જેમા આ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. વિધાનસભા ગૃહમાં પબ્લિક યુનિવર્સિટી બિલ પર સભ્યોની ચર્ચા બાદ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ કે આ બિલથી યુનિવર્સિટીઓને સંપૂર્ણ સ્વાયત્તતા મળશે.
બોર્ડ ઓફ મેનેજમેન્ટનું માળખું ૈંૈં્ અને ૈંૈંસ્ જેવું રહેશે. જે સંપૂર્ણ સ્વાયત્ત હશે. જેમાં સરકારી અધિકારી નહીં હોય. કોઈપણ વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણથી વંચિત ના રહે એ બાબતને ધ્યાને રાખતા આજે ૧૦૮ યુનિવર્સિટી છે. બોર્ડ ઓફ મેનેજમેન્ટ સંપૂર્ણ સ્વાયત્ત હશે. વધુમાં ઋષિકેશ પટેલે ઉમેર્યુ કે સરકારી કોલેજાેના છેલ્લા પાંચ વર્ષમાં ૩૭૯ અધ્યાપકોની ભરતી અને ગ્રાન્ટેડ કોલેજાેના ૬૫૪ અધ્યાપકોની ભરતી કરાઈ છે. મંત્રીએ સ્પષ્ટ કર્યુ કે આ બિલમાં અધ્યાપકોની સ્વાયત્તતા છીનવાય એવી કોઈપણ જાેગવાઈ નથી. યુનિવર્સિટીની મિલકતો તબ્દિલ કરવાની જાેગવાઈ પણ આ બિલમાં નથી.
બિલ અંગે કોંગ્રેસના શૈલેષ પરમારે ટકોર કરી કે કોમન એક્ટ ચાલે પરંતુ કોમન સિલેબસ ના ચાલે. તેમણે સરકારને સવાલ કર્યો કે જાે પ્રજાહિતની વાત જ હોય તો રાજ્યની ૯૦ થી વધારે ખાનગી યુનિવર્સિટીનો આ બિલમાં કેમ સમાવેશ કરાયો નથી? શૈલેષ પરમારે કહ્યુ પ્રાઈવેટ અને પબ્લિક યુનિવર્સિટી માટેનો કાયદો એકસરખો હોવો જાેઈએ. આ સાથે તેમણે જણાવ્યુ કે રાજ્યમાં મેડિકલ યુનિવર્સિટી અંગેના બિલની પણ જરૂર છે. બિલને કમિટીમાં મુકી સુધારા સાથએ રજૂ કરવુ જાેઈએ. અમિત ચાવડાએ પબ્લિક યુનિવર્સિટી બિલની જાેગવાઈનો વિરોધ કરતા આક્ષેપ કર્યો કે આ બિલથી ૧૧ યુનિવર્સિટીની સ્વયત્તા છીનવાઈ જશે. બિલ પાસ થવાથી સેનેટ-સિન્ડીકેટ પ્રથા બંધ થશે. જેના કારણે સારું પ્રતિનિધિત્વ નહીં મળે.
મેનેજમેન્ટ કાઉન્સિલમાં સરકારના માનીતા લોકોનો સમાવેશ થશે. યુનિવર્સિટીની જમીનો સરકાર ટ્રાન્સફર કે ભાડે આપી શકશે. બિલથી શૈક્ષણિક કર્મચારી સરકારી કર્મચારી બની જશે. યુનિવર્સિટીના કર્મચારી કે અધ્યાપકની અભિવ્યક્તિની આઝાદી છીનવાશે. અધ્યાપકોની ટ્રાન્સફરની જાેગવાઈથી તેમને ગુલામ બનાવવાનો પ્રયાસ થશે. ટ્રાન્સફરની જાેગવાઈઓના કારણે કર્મચારીઓમાં ડરનો માહોલ ઉભો થશે. વધુમાં ચાવડાએ ઉમેર્યુ કે ગુજરાતના શૈક્ષણિક વારસાને હાનિ પહોંચાડનારુ આ બિલ સાબિત થશે. યુનિવર્સિટીઓની શૈક્ષણિક, ફાયનાન્શિયલ અને એકેડમિક ઓટોનમી ખતમ થશે. યુનિવર્સિટીમાં નિમણૂકો સરકારના યસમેનની જ થશે. વિદ્યાર્થીઓ-યુનિવર્સિટી સ્ટાફના ન્યાય માટે લડતાં લોકો દૂર થઈ જશે. બિલની જાેગવાઈઓના કારણે કોંગ્રેસ પક્ષ વિરોધ કરે છે.
Recent Comments