ચાલી રહેલા વિધાનસભા સત્ર ની અંદર સિંહોની સંખ્યા ને લઈને વિપક્ષ દ્વારા સવાલ કરવામાં આવ્યો હતો. હાલની સ્થિતિએ રાજ્યમાં સિંહોની સંખ્યા કેટલી છે તે વિપક્ષ દ્વારા સવાલ ઉઠાવાયો હતો. ત્યારે 674 પર સિંહોની સંખ્યા પહોંચી હોવાની વિગતો રજૂ કરવામાં આવી છે. સયાજીગંજના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા ના સવાલ પર સરકારે જવાબ આપ્યો હતો. રાજ્યમાં ઘુડખરની વસતી કેટલી છે તેને લઈને પણ સવાલ કરવામાં આવ્યો હતો જેમાં 6,082 ઘૂડખરની વસ્તી હોવાનો સરકારનો દાવો છે. માર્ચ 2020 માં તેની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. મણિનગરના ધારાસભ્ય સુરેશ પટેલે સવાલ કર્યો હતો જેમાં રીંછની વસ્તી 343 છે. જેના પર સરકારે આ જવાબ આપ્યો હતો. વિધાનસભા ગૃહ ની અંદર વન્ય પ્રાણી અને ગીરનો રાજા સિંહને લઇને સવાલ કરવામાં આવ્યા હતા, છેલ્લા બે વર્ષની અંદર માન્યામાં ન આવે એટલા સિંહના મૃત્યુ થયા છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઇ વંશે થોડા દિવસ સવાલ ઉઠાવ્યો હતો, છેલ્લા બે વર્ષમાં કેટલા સિંહના મોત થયા છે. વન મંત્રીએ લેખિતમાં જવાબ આપતા જણાવ્યું હતું કે, બે વર્ષની અંદર 283 સિંહના મૃત્યુ થયા છે જેમાં 29 સિંહના મૃત્યુ કુદરતી કારણો થી થયા છે બાકીના 254 સિંહના મૃત્યુ થયા છે. આંકડો ખરા અર્થમાં ચોંકાવનારો છે કેમકે મોટી સંખ્યામાં સિંહના મોત થઈ રહ્યા છે. અત્યારે સિંહની વસ્તી ની વાત કરવામાં આવે તો ગીર અભ્યારણ ની અંદર 345 જેટલા સિંહો છે જ્યારે ગીર બહાર 329 સિંહોની વસ્તી છે.
વિધાનસભામાં પૂછાયો સવાલ રાજ્યમાં સિંહોની સંખ્યા કેટલી છે સરકાર? અગાઉ બે વર્ષમાં 283 સિંહના મૃત્યુ, જાણો અત્યારે હયાત સંખ્યા

Recent Comments