ગુજરાત

વિધાનસભામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુજરાતને લઈને આ વાત કરતાની સાથે જ ગૃહના બન્ને પક્ષોએ પાટલી થપથપાવી


વિધાનસભામાં આઝાદીના અમૃત મહોત્સવમાં અત્યાર સુધી ગુજરાતનું શું યોગદાન છે તેના વખાણ કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વધુમાં કહ્યું કે,  ગુજરાતના લોકોની ઉદારતા ભારતીય સંસ્કૃતિની ઉદારતા માનવામાં આવે છે. દરેક પંથ, સમુદાયના લોકો અહીં વસે છે.પાતીલાતાણાના જેૈન મંદિરથી વડનગરના બૌદ્ધ વિહાર, કે પછી પારસીઓના ઉદભવ સ્થાન ઉદવાડાથી લઈ દરેકની ઝાંખી અહીં જોવા મળે છે.
સોમનાથના પર થયેલા આક્રમણ હોય કે, ભૂકંપથી ધ્રુજી ઉઠેલ કચ્છની આપદામાં આ ધરતી દ્રઢ થઈ ઉભરી રહી છે. 
હોમી જહાંગીર ભાભા પરમાણુના જનક માનવામાં આવે છે તો પીઆરએલ ના સ્થાપક સ્પેસ રીસર્ચના માગગ્દર્શક વિક્રમભાઈ સારા માનવામાં આવે છે. જેઓ ગુજરાતી હતા.
1960માં અલગ પ્રદ્શ બન્યા બાદ આત્રપ્રિન્યોરથી લઈ દરેક ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે. ગુજરાત વિકાસના પથ પર અગ્રણી રહ્યું છે. આ રાજ્યની સતત આર્થિક પ્રગતી પર મુખ્યમત્રી, પૂર્વ મુખ્યમંત્રી તેમજ તેમના સરકારના યોગદાનની સરાહના કરું છું. વિકાસ યાત્રાને આગળ વધારવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની ટીમને સાધુવાદ આપું છું. ગુજરાતની ધરતી પર આરંભ થયેલ વાઈટ રીવોલ્યુશન દૂધ ઉત્પાદન ક્ષેત્રે થયું છે. ગુજરાતની મિલ્ક કોપરોટીવ અગ્રદૂત રહી છે. તેમ કહી ગુજરાત દૂધ ઉત્પાન ક્ષેત્રે આગળ વધતા વખાણ પણ કર્યા હતા.

Related Posts