વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે ભાજપે દરેક વોર્ડ કક્ષાએ ચૂંટણી પ્રભારી તરીકે ધારાસભ્યો અને અને સંસદ સભ્યની નિમણૂક કરી છે, જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની વોર્ડ નં-૧૬ના ચૂંટણી પ્રભારી તરીકે નિમણૂંક કરવામાં આવતા વિવાદ ઉભો થયો છે.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પ્રોટોકોલ મુજબ ભાજપના રાજકીય કાર્યક્રમોમાં હાજરી પણ આપતા ન હતા, પરંતુ, તાજેતરમાં મળેલી ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમાં તેઓએ હાજરી આપતા વિવાદ ઉભો થયો હતો, ત્યાર બાદ હવે વડોદરા શહેર ભાજપ પ્રમુખે રાજેન્દ્ર ત્રિવેદીની વોર્ડ નં-૧૬ના ચૂંટણી પ્રભારી તરીકે નિમણૂંક કરવામાં આવતા ફરી એક વાર વિવાદ ઉભો થયો છે. કાર્યકર્તાઓમાં ચાલતી ચર્ચા મુજબ વિધાનસભાના અધ્યક્ષ તરીકે તેઓ પાર્લામેન્ટરી બોર્ડમાં પણ બેસી શકે નહીં તેમ છતાં તેઓએ હાજરી આપી હતી અને હવે વોર્ડ નં-૧૬માં કોંગ્રેસના ઉમેદવાર જેઓ સતત ૭ ટર્મથી કોર્પોરેશનમાં જીત મેળવી રહ્યા છે તે ચંદ્રકાંત શ્રીવાસ્તવની પેનલને હરાવવા માટે રાજેન્દ્ર ત્રિવેદીની ચૂંટણી પ્રભારી તરીકે નિમણૂક કરી છે.
Recent Comments